અલ્પેશ ઠાકોર અને તેના પિતા પર જમીન પચાવવાનો આરોપ, Video થયો વાયરલ

By : HirenJoshi 03:53 PM, 07 December 2017 | Updated : 03:56 PM, 07 December 2017
અમદાવાદઃ અલ્પેશ ઠાકોર અને તેના પિતા ખોડાજી ઠાકોરે જમીન પચાવી પાડી હોવાનો દાવો કર્યો છે. નવઘણજી ઠાકોર નામના આ વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ભાજપના ખેસ પહેરીને અન્ય આગેવાનો સ્ટેજ પર બેઠા છે. મોટેભાગે આ વીડિયો સાણંદ-વિરમગામ પંથકનો હોવાનું વીડિયો પરથી દેખાય છે. નવઘણજી એવો આરોપ મુકે છે કે મારા દાદાના નામની જમીન હતી જેને અલ્પેશ ઠાકોર અને તેના પિતાએ પચાવી પાડી છે.  

મારા દાદાના નામે 37 વીઘા જમીન હતી. અલ્પેશ ઠાકોર અને ખોડાજી ઠાકોરે પચાવી પાડી છે. આ લોકોને મેં મારૂ નામ દાખલ કરવા માટે આપ્યું હતું, પરંતુ હવે જમીન તેમના નામે થઈ ગઈ છે. મને પોલીસ રક્ષણ માટે પણ કહ્યું, મેં ના પાડી કે ના સાહેબ હવે મને મારી જમીન અપાવી દો. હું ખુબ રડ્યો.

મારા પર ખુબ અત્યાચાર કર્યા છે, આ લોકોને એવો સબક શીખવાડજો કે ખાલી અમદાવાદમાં રહે. તમે અલ્પેશ અને ખોડાજીને જમીનનો કાગળ તો દેખાડતા જ નહી. નહીતર એ જે બંધ કરાવવા માટે દોડે છે એ જ તમારે કરવું પડશે. એ ઉપર રહીને તમને ખરાબ કામ કરવા મજબૂર કરશે. મારી 37 વીઘા જમીન લૂંટી લીધી.

એમણે હવે મારે મારા છોકરાઓને શું ખવરાવવું? મેં વીડિયો વાયરલ કર્યો તો અલ્પેશે મને ધમકીઓ આપી અને દાદાગીરી કરી. મારી આગળ તો તું, મચ્છર છું. મને કહે કે પતાવવાનું છે કે નહી? પચાસ લાખ આપું. મેં કીધું કે મારે નહી પતાવવું. 10 કરોડની જમીન છે 50 લાખમાં કેમ આપું? આ લોકોનો વિશ્વાસ કરતા નહી, તમને અધમૂઆ કરી નાખશે.  
 Recent Story

Popular Story