દારૂ હેરાફેરીનો નવો પેતરો, 4 મહિલા 500 વિદેશી દારૂની બોટલ સાથે ST બસમાંથી ઝડપાઈ

By : KiranMehta 10:16 PM, 12 September 2017 | Updated : 10:16 PM, 12 September 2017
ગુજરાતમાં દારૂબંધીનો કાયદો કડક બનતા હવે બુટલેગરો દારૂની હેરાફેરી કરવા માટે અવનવા પેંતરા અપનાવી રહ્યા છે. વલસાડમાં ગઈકાલે એસટી બસમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવતા ચકચાર મચી ગઈ છે.

ઉમરગામથી અંબાજી રૂટની એસટી બસમાં બાતમીના આધારે તપાસ કરતા 4 મહિલા બુટલેગરો પાસેથી વિદેશી દારૂની 500થી પણ વધુ બોટલો મળી આવી હતી. સમગ્ર મામલો સામે આવતા પોલીસે ચારેય બુટલેગર મહિલાઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. Recent Story

Popular Story