રૂ.1649 કિંમતની સાથે Airtelએ લોન્ચ કર્યો 4G સ્માર્ટફોન

By : juhiparikh 06:26 PM, 06 December 2017 | Updated : 06:32 PM, 06 December 2017

ટેલિકૉમ કંપની એરટેલ અને સ્માર્ટફોન મેકર ઇન્ટેક્સએ 1649 રૂપિયાની ઇફેક્ટિવ પ્રાઇસની સાથે 4G સ્માર્ટફોન્સ લોન્ચ કરવા માટે પાર્ટનરશિપ કરી છે. એરટેલે તાજેતરમાં જ 'મેરા પહેલા સ્માર્ટફોન' સ્કીમની શરૂઆત કરી હતી જેના હેઠળ પહેલા પણ કાર્બન સાથે મળીને કંપનીએ સસ્તી 4G સ્માર્ટફોન લોન્ચ કર્યો છે.

નવો સ્માર્ટફોન Intex Aqua LIONS N1 છે, જે 4G ક્નેક્ટિવિટીની સાથે આવે છે. એરટેલના કસ્ટમર્સ આ સ્માર્ટફોન 1649ની ઇફેક્ટિવ કિંમતની સાથે ખરીદી શકે છે. જોકે આ સ્માર્ટફોન્સની ઓરિજિનલ કિંમત 3799 રૂપિયા છે.

આ સ્માર્ટપફોનની સ્ક્રીન 4 ઇંચની છે અને તેમાં 1GB RAMની સાથે 8GB ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે. માઇક્રો SD કાર્ડની મદદથી 128GB સુધી વધારી શકાશે. ફોટોગ્રાફી માટે તેમાં 2 મેગાપિક્સલનો રિયર કેમેરા આપવામાં આવ્યો છે, જ્યારે સેલ્ફી માટે VGA  કેમેરા આપવામાં આવ્યો છે.

આ સ્માર્ટફોન ખરીદવા માટે કસ્ટમર્સને પહેલા 3149 રૂપિયાનું ડાઉન પેમેન્ટ આપવાનું રહેશે. આ સિવાય દર મહિને 169 રૂપિયાનો એરટેલ પ્લાન રિચાર્જ કરાવવાનો રહેશે. આ રિચાર્જ સતત 18 મહિના સુધી કરાવવાનું રહેશે. 18 મહિના પછી કંપની 500 રૂપિયા પરત કરશે અને જો તમે બીજા 18 મહિના સુધી 169 રૂપિયાનું રિચાર્જ કરાવો છો તો કંપની 1000 રૂપિય પરત આપશે, કુલ મળીને કસ્ટમર્સને 1500 રૂપિયા મળશે. દર મહિનાના રિચાર્જની સાથે તમને  અનલિમિટેડ લોકલ STD કૉલિંગ અને અનલિમિટેડ ડેટા મળશે.

કંપની અનુસાર, આ સ્માર્ટફોનને પરત કરવાની જરૂર નથી. એરટેલનું કહેવું છે કે, 4G સ્માર્ટફોન ઓપન ઇકોસિસ્ટમ બનાવવા માટે કેટલાક મોબાઇલ હેંડસેટ નિર્માતાઓ સાથે પાર્ટનરશિપ કરી રહી છે.

ભારતીય એરટેલના ઇન્ડિયા અને સાઉથ એશિયાના ચીફ ઓપરેટિંગ ઑફિસરે કહ્યુ કે, '''મેરા પહેલા સ્માર્ટફોન' સ્કીમને પોઝિટવ રિસ્પોનસથી ઉત્સાહિત થઇને અમે ઇન્ટેક્સની સાથે સસ્તા 4G સ્માર્ટફોન લોન્ચ કરવા માટે પાર્ટનરશિપ કરી છે.''
Recent Story

Popular Story