અમદાવાદના એસજી હાઈવે પર એક કારમાં અચાનક આગ લાગતા ભાગદોડ મચી ગઈ હતી.જોકે સમગ્ર ઘટના અંગે જાણ થતાં જ ફાયર બ્રિગેડની ગાડી ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો.પરંતુ આગ એટલી વિકરાળ હતી કે કાર બળીને ખાક થઈ ગઈ છે.
જોકે આગના પગલે એસજી હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા.પરંતુ સ્થાનિક પોલીસનો કાફલો પણ ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો.અને ટ્રાફિકને કંટ્રોલમાં લેવા કામગીરી હાથ ધરી હતી.
ઉલ્લેખનીય છે આ પહેલા પણ આવી ઘટનાઓ અવારનવાર બનવા પામી છે. ત્યારે આજ રોજ શહેરના સતત ધમધમતા રહેતા એસ.જી હાઇવે પર કારમાં આગ લાગવાની ઘટના બનતા થોડીવાર માટે ટ્રાફિક જામ થઇ જવા પામ્યો હતો જો કે આ આગને પગલે કોઇ જાનહાની થયાના સમાચાર જાણવા મળેલ નથી.