અમદાવાદ: રાજપથ ક્લબના ગેરકાયદે બાંધકામ મુદ્દે તંત્રના આંખ આડા કાન

By : KiranMehta 10:22 PM, 12 October 2017 | Updated : 10:22 PM, 12 October 2017
રાજપથ ક્લબમાં થયેલા ગેરકાયદેસર બાંધકામને લઈને ઔડા અને એએમસી આંખ આડા કાન કરી રહી છે. રાજપથ ક્લબમાં ગેરકાયદેસર રીતે ફૂડકોર્ટ અને સ્પોર્ટસ કોમ્પ્લેક્સનું બાંધકામ કરવામાં આવ્યું છે. ક્લબમાં 70હજાર સ્કેર ફૂટમાં બીયુ પરમિશન વગર જ બાંધકામ કરી દેવાની ફરિયાદ ઉઠી છે. 

એએમસીના નવા પશ્ચિમ ઝોન એસ્ટેટ વિભાગનું કહેવું છે કે, ઔડાએ 2011માં પ્લાન પાસ કર્યો હતો. જ્યારે ઔડાનું કહેવું છે કે, રાજપથ કલબ વિસ્તાર અમારી હદમાં આવતો નથી. આમ બન્ને વિભાગો પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યા છે. 
  • રાજપથ ક્લબમાં ગેરકાયદેસર બાંધકામ પર તંત્રના આંખઆડા કાન
  • રાજપથ ક્લબમાં ગેરકાયદેસર ફૂડકોર્ટ અને સ્પોર્ટસ કોમ્પ્લેક્સનું થયું છે બાંધકામ
  • 70 હજાર સ્કવેર ફૂટમાં બીયુ પરમિશન વગર જ થયું છે બાંધકામ
  • AMC અને ઔડા વિભાગ બન્ને  પર ઢોળે છે દોષનો ટોપલો
  • ઔડા કહે છે રાજપથ ક્લબ વિસ્તાર અમારી હદમાં આવતો નથીRecent Story

Popular Story