અમદાવાદ: ભારતની મુલાકાત પર આવેલા જાપાનના PM શિંઝો આબેએ પીએમ મોદી સાથે ગાંધીનગરના સાબરમતી સ્ટેડિયમમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કર્યું. આ જાપાની પીએમની મુલાકાતનો છેલ્લો દિવસ હતો. તમને જણાવી દઇએ કે ગુજરાતની એક હોટલમાં જ્યાં પહેલા ગુજરાતી જમવાનું મળતું હતું હવે ત્યાં જાપાની ફૂડ મળે છે.
શહેરના સાણંદ વિસ્તારમાં બનેલી કૃષ્ણલીલા હોટલે પોતાનું નામ બદલીને 'લા ટોક્યો' રાખી લીધું છે. પહેલા આ હોટલમાં ગુજરાતી ફૂડ મળતું હતું. પરંતુ હવે આખું મેન્યૂ જાપાની ફૂડ થઇ ગયું છે. ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીના વધતા ગ્રોથને જોતાં હવે મોટી સંખ્યામાં જાપાનના લોકો અમદાવાદમાં રહી રહ્યા છે. અનુમાન છે કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની શરૂઆત થતાં જ વિસ્તારોમાં જાપનના નાગરિકની સંખ્યા વધી શકે છે. કૃષ્ણલીલા હોટલ બે વર્ષ પહેલા ખુલી હતી. આ વિસ્તારમાં ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીના કારખાના હોવાને કારણે જાપાનીઓ પહેલાથી રહે છે. આ હોટલમાં જાપાની લોકો અવર જવર કરતાં રહે છે.
આ હોટલનું ઇન્ટિરીયર અને ડેકોરેશન બધું જ જાપાની સ્ટાઇલમાં ચેન્જ કરી દેવામાં આવે છે. આ હોટલના મેન્યૂની ભાષા પણ બદલીને જાપાની કરી દેવામાં આવી છે. હોટલના રૂમમાં પણ જાપાની ટીવી ચેનલ્સ આવે છે. ગ્રાહકો માટે જાપાની લિટરેચર ન્યૂઝપેપર અને મેગેઝીન અવેલેબલ છે. આ હોટલમાં સર્વ કરવામાં આવતું ફૂડ પ્યોર જાપાની છે. તમને જણાવી દઇએ કે પહેલા આ હોટર પ્યોર વેજ હતી અને મેન્યૂમાં નોનવેજ આઇટમ વધારે છે.