વિક્રમ કોઠારીનું વધુ એક બેન્કિંગ કૌભાંડ આવ્યું સામે, બેંક કરશે હરાજી

By : kavan 03:05 PM, 21 February 2018 | Updated : 03:05 PM, 21 February 2018
જામનગર: શહેરમાં વિક્રમ કોઠારીનું વધુ એક બેન્કીંગ કૌભાંડ સામે આવ્યું છે. હરિયા કોલેજ સામેની જમીન પર કાનપુરની યુનિયન બેંકમાંથી લોન લીધી હતી. વિક્રમ કોઠારી, તેની પત્ની સાધના અને પુત્ર રાહુલના નામે લોન લીધી હતી.

ભાગીદાર તરીકે એક સ્થાનિક સહિત બે વ્યકિતઓના નામ છે. 28 ફેબ્રુઆરીએ બેંક દ્વારા ઇ-ઓક્શન હાથ ધરાશે. લોન ભરપાઇ ન થતાં બેંક હરાજી કરશે. યુનિયન બેંકને 463.95 કરોડ વસૂલવાના છે. 

ઉલ્લેખનીય છે કે દેશમાં છેલ્લા કેટલાક સમયગાળાથી દેશમાં બેંક કૌભાંડ આવી રહ્યા છે. ત્યારે જામનગરની એક બેંક સાથે બિઝનેસ મેન દ્વારા છેતરપિંડી કરવામાં આવી હોવાનું ધ્યાને આવ્યું હતું.

આ શખ્સે તેના પરિવારના સભ્યોના નામોથી મોટી લોન લીધી હતી જે ભરપાઇ કરી હતી. જો કે આ ઘટનાને પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. આ કૌભાંડમાં સંડોવાયેલા સામે કડક કાર્યવાહી હાથ ઘરી હતી.Recent Story

Popular Story