સુંજવાં હુમલાના 4 દિવસ બાદ ભાનમાં આવતાં જ બહાદુર મેજરે પૂછ્યુ, આતંકીઓનું શું થયું?

By : krupamehta 05:22 PM, 13 February 2018 | Updated : 06:54 PM, 13 February 2018
જમ્મુ: જમ્મુના સંજવાં આર્મી કેમ્પ પર હુમલા દરમિયાન આતંકીઓ સામે લડી રહેલા દેશના બહાદુર જવાનોના એક પછી એક રોમાંચક કિસ્સા સામે આવી રહ્યા છે. એક એવા જ બહાદુર છે મેજર અભિજીત. સંજવાં મિલિટરી કેમ્પ પર હુમલા દરમિયાન મેજર અભિજીત એટલી ખરાબ રીતે ઘાયલ થયા હતા કે એમને 3 4 દિવસ સુધી બહારની દુનિયાની ખબર નહતી. સર્જરી બાદ ભાનમાં આવતાં જ આ બહાદુર લાલનો પહેલો પ્રશ્ન હતો, 'આતંકીઓનું શું થયું?'

મેજર અભિજીતની સારવાર ઉધમપુરની આર્મી હોસ્પિટલમાં ચાલી રહી હતી. ઉધમપુર કમાન્ડ હોસ્પિટલના કમાડેન્ટ મેજર જનરરલ નદીપ નૈથાનીએ કહ્યું તે અભિનીતનો આત્મબળ સૌથી ઊંચો છે. એમને જણાવ્યું કે સર્જરીના તરત બાદ મેજરે સોથી પહેલા એ પ્રશ્ન કર્યો કે આતંકીઓનું શું થયું. એમના પ્રમાણે મેજરના સ્વાસ્થ્યમાં ઝડપથી સુધારો થઇ રહ્યો છે. એમને જણાવ્યું કે ઘાયલ મેજર પાછા જવા માટે તત્પર છે. 

મેજર અભિજીતે જણાવ્યું કે હાલમાં એમને સારું છે. એમને જણાવ્યું કે હવે એ ડોક્ટર સાથે વાત કરી શકે છે અને દિવસમાં બે વખત જાતે ચાલી પણ શકે છે. એમને જણાવ્યું કે ઘાયલ થયા બાદ એમને બહારની દુનિયાની બિલ્કુલ ખબર નથી. 

તમને જણાવી દઇએ કે ગુરુવારે સુંજવાં આર્મી કેમ્પથી એક બીજા જવાનનો મૃતદેહ મળ્યો હતો. આ રીતે સુંજવાં હુમલામાં અત્યાર સુધી 6 જવાન શહીદ થઇ ગયા છે. Recent Story

Popular Story