શારીરિક સંબંધ બાદ તમે તરત સૂવા ઇચ્છો છો અથવા વાતો ચાલુ રાખવા ઇચ્છો છો જેના કારણેઅચાનકથી શારીરિક સંબધ શરી થઇ ગયો હતો. પરંતુ હકીકતમાં તમે તમારા પાર્ટનરને હકીકતમાં સારું મહેસૂસ કરાવવા ઇચ્છો છો તો શારીરિક સંબંધો બાદ શું કરવું જોઇએ અને શું ના કરવું જોઇએ એ જણાવી રહ્યા છીએ.
શું કરવું જોઇએ... મીઠી વાતો કરો
શારીરિક સંબંધ બાદ બે વચ્ચે એવું જોડાણ રહે છે જે બાકી કોઇ પણ સમયે શક્ય નથી. તમે બધી જ વાતો આ સમયે કરી શકો છો. વૈજ્ઞાનિકોના અનુસાર શારીરિક સંબંધ બાદ આવી વાતો કરવાથી ઓક્સીટોસિન હોર્મોનનો પ્રવાહ વધારે છે જે તમારા મનમાં એકબીજા માટે ભરોસો અને જોડાણ પેદા કરે છે.
શારીરિક સંપર્ક તોડશો નહીં
કામ પૂરું થઇ જવા પર ધ્યાન હટાવી લેવું બિલકુલ યોગ્ય નથી. પોતાના સાથીને ભરોસો અપાવવા માટે સેક્સ બાદ પણ એ તમારા માટે ખૂબ જ જરૂરી છે.
તમારા પાર્ટનરના વખાણ કરો
મહિલાઓ અને પુરુષો બંને પોતાના સેક્સ દરમિયાન પોતા પર્ફોમન્સને લઇને થોડાક નર્વસ હોય છે. એટલા માટે એમને એવો વિશ્વાસ અપવો કે સેક્સનો અનુભવ ખૂબ જ સારો હતો.
શું ના કરવું જોઇએ...
તરત સૂઇ જશો નહીં
સામાન્ય રીતે લોકો શારીરિક સબંધ બાદ તરત સૂઇ જાય છે. પરંતુ આવું કરીને તમે તમારા સાથીને ખરાબ મહેસૂસ કરાવી શકો છો. એટલા માટે તરત સૂઇ જશો નહીં અને તમારા પાર્ટનર સાથે વાતો કરો
ફોન ચેક કરવો
આ સ્વાભાવિક છે કે તમારકા સાથીને ખરાબૂ મહેસૂસ કરાવવા એનાથી સારી કોઇ રીત નથી. ફોન ખૂબ જ જરૂરી હોય તો પણ તમારું ધ્યાન ફોન પર નહીં પરંતુ પાર્ટનર પર હોવું જોઇએ.
પાર્ટનરને જવા માટે કહેવું
જે લોકાએ તાજેતરમાં જ શારીરિક સંબંધ બાંધવાનું શરૂ કર્યું છે એમનું એમના સાથીને સેક્સ બાદ તરત જવા માટે કહેવું ખૂબ અયોગ્ય છે.