તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે 18 વર્ષથી ઓછી ઉંમરની છોકરીઓ સાથે શારીરિક સંબંધ બાંધવો ગેરકાયદે છે પછી ભલે તમારી પત્ની હોય. આ વાતથી મહિલા એક્ટિવેટ્સ ખૂબ જ ખુશ છે. એવામાં અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ રિલેશનશીપમાં આવા કાયદા જે બાબતે દરેક મહિલાઓ અને છોકરીઓને જાણવી જોઇએ.
લગ્ન બાદ કોઇ બીજા સાથે ફિઝીકલ રિલેશન બનાવવા એ ક્રાઇમ નથી પરંતુ બંને એડલ્ટ હોવા જોઇએ. એડલ્ટનો અર્થ આઇપીસીના સેક્શન 497માં આપવામાં આવ્યો છે જેના અનુસાર છોકરીની ઉંમર 18 થી ઓછી હોવી જોઇએ નહીં અને આ સંબંધ એની ઇચ્છા વિરુદ્ધ થવો જોઇએ નહીં. એમાં એ પણ મહત્વ છે કે જો મેરિડ કપલના પાર્ટનરે એની પર વાંધો ઊઠાવ્યો તો પછી એ ક્રાઇમના તબક્કામાં આવે.
આ બાબતે એક વકીલે જણાવ્યું હતું કે એડલ્ટ લોકો વગર લગ્નના સંબંધ ગેરકાયદે છે. તો બીજી બાજુ બંને લોકોમાંથી એક મેરિડ અને બીજું અનમેરિડ છે તો એ ત્યાં સુધી ક્રાઇમ ના ગણાય જ્યાં સુધી મેરિડ કપલનું પાર્ટનર એમની વિરુદ્ધ ફરિયાદ ના કરે.
ભારતમાં પેડ સેક્સ ગેરકાયદે
પ્રોસ્ટીટ્યૂટ પ્રાઇવેટલી કામ કરી શકે છે પરંતુ એ કસ્ટમર સાથે ડીલ કરી શકે નહીં. ભારતીય કાયદા અનુસાર કોઇ પણ મહિલા પૈસા માટે સંબંધ બાંધે છે તો એ ગેરકાયદે છે.
આઇપીસી સેક્શન 509 હેઠળ સોશિયલ મીડિયા પર મહિલાની સાથે સેક્શુઅલી રિમાર્કનો પ્રયોગ કરવો ક્રાઇમ છે.
સેક્સ વર્કરની સાથે પબ્લિક પ્લેસ પર 182 મીટરની અંદર સેક્સ કરવું ક્રાઇમ છે. જો સેક્સ વર્કરની ઉંમર 18 વર્ષથી ઓછી છે તો ગ્રાહકને પણ સજા આપવામાં આવી શકે છે.
આઇપીસી સેક્શન 354 અનુસાર મહિલાની સાથે અનવોન્ટેડ ફિઝિકલ કોન્ટેક્ટ બનાવવો ક્રાઇમ છે. આ સેક્શન હેઠળ મહિલાની ઇચ્છા વિરુદ્ધ પોર્ન દેખાડવી પણ ક્રાઇમ છે.
ધ પ્રોહિબિશન ઓફ ચાઇલ્ડ મેરેજ એક્ટ અનુસાર 18 વર્ષથી નાની ઉંમરની છોકરી અને 21 વર્ષથી નાના છોકરાના લગ્ન બાળલગ્ન કહેવાય છે.
આઇપીસી સેક્શન 498 એ હેઠળ ફેમિલીનો કોઇ પણ મેમ્બર ક્રુઆલિટી હોવા પર કમ્પલેન્ટ કરી શકે છે. એમાં મહિલા અને પુરુશો બંનેનો સમાવેશ થાય છે.