રિલાયન્સ જીઓએ દેશમાં પ્રથમ 4-G ફીચર્સ ફોન લોન્ચ કરીને મોબાઇલ કંપનીઓ માટે મુશ્કેલી ઊભી કરી છે. જો કે ફોનને બજારમાં આવવામાં અત્યારે સમય છે. પરંતુ મોબાઇલ કંપનીઓ પાછળ રહેવા માગતા નથી. આ કડીમાં ભારતની સૌથી મોટી ટેલિકોમ કંપનીઓમાંથી એક કંપની 'ભારતી એરટેલ'એ પુષ્ટિ કરી હતી કે તે પણ 4-G ઇનેબલ ફીચર્સ ફોન સુવિધા લાવશે.
એહેવાલ અનુસાર એરટેલના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને મેનીજિંગ ડાયરેકટર ગોપાલ વિટ્ટલે જણાવ્યું હતું કે ટેલિકોમ ઓપરેટર કંપની એરટેલ ફોન ઉત્પાદકો સાથે મળી તેની નવા 'ઓછી કિંમતમાં 4G ઇનનેબલ ફોન' પર કામ શરૂ કરશે.
ગોપાલ વિટ્ટલે વધુમાં જણાવ્યું કે '' અમારા ડિવાઇસમાં સબસિડી આપવાનો કોઈ ઇરાદો નથી. સબસિડી આપવા અને બંડલિંગમાં એક મોટો તફાવત છે. અમે આવા જ ફોનના ક્ષેત્રમાં ઘણા વર્ષોથી કામ કરી રહ્યા છીએ. અમે બંડલિંગ પર આગળ પણ કામ કરતા રહીશુ. રિપોર્ટમાં તેમને આગળ જણાવ્યું હતું કે કંપની માર્ચ 2018 સુધી VOLTE 4G વોઇસ સેવા પણ લાવશે.
જીઓફોનના આવ્યાં બાદ એવું માનવામાં આવી રહ્યું છે કે અન્ય ફોન મેકર્સ પર પણ ઓછા ભાવમાં વધુ સારા ફીચર્સ ફોન લાવવાનું દબાણ રહેશે. હાલમાં મોટાભાગના ફીચર્સ ફોન 2G ટેક્નોલોજી પર કામ કરે છે. કાઉન્ટરપોઇન્ટના સંશોધન ડાયરેકટર નિલ શાહ મુજબ- બીજા અને ત્રીજા ક્વાર્ટરમાં 4G ફીચર્સ ફોનને ઝડપી લેવાશે.
મુકેશ અંબાણીએ જાહેરાત કરી હતી કે 4G VOLTE ફીચર્સ ફોન એફ્ફેક્ટિવલી ફ્રી હશે જે 1500 રૂપિયા રીફંડેબલ ડિપોઝિટ પર મળશે. જીયોફોનમાં 2.4 ઇંચ ડિસ્પ્લે આપવામાં આવ્યો છે. જેમાં માઈક્રોસેડી કાર્ડ સ્લોટ પણ ઉપલબ્ધ છે. વોઇસ કમાન્ડ ફિચર્સ સાથે આ 22 ભારતીય ભાષાઓને સ્પોર્ટ કરે છે. આ જ રીતે ફોનમાં સિંગલ સિમ સ્લોટ આપવામાં આવ્યું છે જે જીઓ સિમને સપોર્ટ કરશે.
રિપોર્ટમા વધુમાં જણાવ્યું હતું કે ક્વાલકોમ અને સ્પ્રેડટ્રમે જાહેરાત કરી છે કે જીઓ ફોનમાં તેમની ચિપ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ફોનમાં પેનિક બટન પણ છે. જીઓ ફોનની બીટા ટ્રાયલ 15 ઓગસ્ટથી શરૂ થશે ત્યાર બાદ 24 ઓગસ્ટથી ફોન પ્રી-ઓર્ડર માટે ઉપલબ્ધ થશે. ફોન બજારમાં સપ્ટેમ્બરની શરૂઆતમાં આવી જશે.