'માધુરીના લગ્ન વિશે જાણ થતા પપ્પાએ પોતાની જાતને બાથરૂમમાં બંધ કરી દીધા': દીપિકા

By : juhiparikh 02:09 PM, 07 February 2018 | Updated : 02:09 PM, 07 February 2018
બોલિવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ અને માધુરી દીક્ષિત હજુ સુધી એક સાથે સિલ્વસ સ્ક્રીન પર સાથે નથી આવ્યા, પરંતુ તાજેતરમાં જ એક ઇન્ટરવ્યૂ દરમિયાન દીપિકા અને માધુરી એક સાથે જોવા મળ્યા હતા. ઇન્ટવ્યૂ દરમિયાન દીપિકાએ પિતા પ્રકાશ પાદુકોણથી જોડાયેલી એક ચોંકાવનારી વાત કહી હતી. દીપિકાએ જણાવ્યુ કે, ''મારા પાપા માધુરી દીક્ષિતના બહુ મોટા ફેન હતા. જ્યારે માધુરી દીક્ષિતના લગ્નની તારીખની જાહેરાત થઇ ત્યારે પાપાનું દિલ તૂટી ગયુ હતુ અને તેમને પોતાને બાથરૂમમાં બંધ કરી દીધા હતા. '' આ વાત સાંભળીને માધુરી દીક્ષિત પણ શોક્ડ થઇ ગઇ હતી.

આમ, તો એક્ટ્રેસ માધુરી દીક્ષિતને પસંદ કરવાની વાતનો આ પહેલા ઘણા બોલિવુડના સ્ટાર્સ કરી ચૂક્યા છે. રણબીર કપૂરે કહ્યુ કે, માધુરી દીક્ષિત પર તેણે ક્રશ હતો. રણબીરે પોતાની ફિલ્મ 'યે જવાની હૈ દિવાની'માં પોતાનો ક્રશ એટલે કે માધુરી દીક્ષિત સાથે એક સોંગ પર ડાન્સ પણ કર્યો હતો, આ સિવાય બોલિવુડના ઘણા સેલેબ્સ માધુરીના ફેન છે.

ઉલ્લેખનીય છે કે દીપિકા પાદુકોણની ફિલ્મ 'પદ્માવત' વિવાદો અને વિરોધ વચ્ચે 25 જાન્યુઆરીના રિલીઝ થઇ. આ ફિલ્મ બૉક્સઑફિસ પર જબરદસ્ત કમાણી કરી રહી છે, આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ સિવાય રણવીર સિંહ અને શાહિદ કપૂર પણ જોવા મળી રહ્યા છે. ફેન્સ અને ક્રિટિક્સે દીપિકાની એક્ટિંગના પણ ખૂબ જ વખાણ કર્યા, ત્યારે માધુરી દીક્ષિતે પણ દીપિકાના કેરેક્ટરના વખાણ કર્યા હતા.Recent Story

Popular Story