આ કારણથી રેખાની સાસુએ તેણે ચપ્પલે ચપ્પલેથી ફટકારી હતી

By : juhiparikh 12:01 PM, 13 February 2018 | Updated : 12:02 PM, 13 February 2018
આજે બોલિવુડ એક્ટર વિનોદ મહેરાનો બર્થ ડે છે. એક સમયે તે હિન્દી સિનેમાનું જાણીતું નામ હતા. ચર્ચા અનુસાર, વિનોદ મહેરાએ રેખા સાથે ખાનગીમાં લગ્ન કર્યા હતા પરંતુ આ અંગેની ક્યારેય પુષ્ટિ કરી ન હતી. 

વિનોદ મહેરા અને રેખાનું અફેર ખાસ્સા ચર્ચામાં રહ્યું હતું. એક વાત તો એવી પણ ચર્ચાય છે કે રેખા વિનોદ મહેરાના ઘરે ગઈ ત્યારે વિનોદની માતાએ રેખાને ચપ્પલે ચપ્પલે ફટકારી હતી. ફિલ્મ ‘ઘર’ ના શૂટિંગ દરમિયાન બંને નજીક આવી ગયા હતા અને બંનેએ લગ્ન કરવાનો નિર્ણય કરી દીધો હતો.

વાસ્તવમાં વિનોદ મહેરાની પહેલા 2 લગ્ન થઇ ચૂક્યા હતા, પરંતુ બંને લગ્ન અસફળ સાબિત થયા હતા. વિનોદની પહેલી પત્ની મોનિકાએ તેમણે છોડી દીધા હતા અને બીજી પત્ની બિદિંયા ગોસ્વામી તેમણે છોડીને પિયરે રહેવા ચાલી ગઇ હતી. 

એવુ કહેવાય છે કે રેખા અને વિનોદે કલકત્તાના એક મંદિરમાં ગુપચુપ લગ્ન કરી લીધા હતા. લગ્ન પછી રેખા જ્યારે દુલ્હન બની વિનોદના ઘરે પહોંચી તો તેને દુલ્હનના વેશમાં જોઈ વિનોદની મા ધૂંધવાઈ ગઈ હતી અને તેણે ચપ્પલોથી રેખાને ફટકારી હતી.

વિનોદે પોતાની માતાને રોકવાની કોશિશ કરી ત્યારે વિનોદ મહેરા વચ્ચે આવ્યા તો માતાએ કહી દીધુ કે તેણે આ ઘરમાં રેખા અને તેની વચ્ચેથી કોઈ એકને પસંદ કરવી પડશે.

વિનોદ પોતાની માતા વિરૂદ્ધ નહતા જઈ શક્યા અને આ લગ્ન તૂટી ગયા હતા. રેખા વિનોદ મહેરાને હંમેશા પોતાનો સારો મિત્ર જ ગણાવતી હતી.Recent Story

Popular Story