નાના-મોટા આર્થિક નુકસાનથી બચવા અપનાવો આ ઉપાય

By : kavan 04:46 PM, 05 December 2017 | Updated : 04:46 PM, 05 December 2017
આર્થિક સ્થિતિને સુધારવામાટે માત્ર કમાવવુ જ અનિવાર્ય બાબત નથી,પરંતુ ધનને બચાવી રાખવુ તે પણ અગત્યની બાબત છે. 

કોઇને કોઇ બાબત એવી આવી પડે જેને કારણે બજેટ ફરી જતુ હોય છે. જો તમારી સાથે પણ આવુ થતુ હોય તો વાસ્તુશાસ્ત્રમાં આપવામાં આવેલ કેટલાક નિયમો તમારી તકલીફને દુર કરશે અને નાનું-મોટું નુકસાન થતુ પણ અટકાવશે.

- જે ચીજ-વસ્તુમાં તમે પૈસા રાખતા હોય તે વસ્તુને દક્ષિણ દિશામાં ભીંતને અડકીને રાખવી ના જોઇએ.
- આ તિજોરી કે કબાટને ઉત્તર દિશામાં રાખવા જોઇએ. - ઉત્તર દિશામાં તિજોરીનું મુખ રાખવાથી ધનમાં વૃધ્ધિ થાય છે.

- ઘણીવાર નળમાંથી પાણી ટપકતું હોય છે જેને લોકો નજર અંદાજ કરી રહ્યા છે પરંતુ આ બાબતને કારણે આર્થિક નુકસાન થાય છે તેવુ વાસ્તુશાસ્ત્ર મુજબ કહેવામાં આવ્યુ છે. જો નળ તાત્કાલિક રીપેર ના થઇ શકે તેમ હોય તો તેને બદલાવી નાંખવો જોઇએ. 

- પોતાના બેડરૂમના પ્રવેશ દ્વારની સામે રહેલી દિવાલની ડાબી બાજુ કોઇ ધાતુની વસ્તુ લટકાવીને રાખવી જોઇએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર આ સ્થાનને ભાગ્યનું સ્થાન તરીકે ઓળખવામાં આવે છે. જો આ દિશામાં રહેલી દિવાલ પર તિરાડ હોય તો તેને રિપેર કરાવી લેવી જોઇએ. જેના કારણે આર્થિક નુકસાન થતું અટકી જાય છે.

- ઘરની બહાર નિકળતુ ખરાબ પાણી જો દક્ષિણ અથવા પશ્ચિમ દિશામાંથી બહાર જતું હોય તો ધન વ્યય થવાની સંભાવના વધુ રહેલી છે.Recent Story

Popular Story