મહેસાણામાં કાર ડિવાઇડર કૂદીને ખાનગી બસમાં ઘૂસી ગઇ, 7ના મોત

By : HirenJoshi 08:29 AM, 17 November 2017 | Updated : 11:24 AM, 17 November 2017
મહેસાણા: ઉંઝા હાઉવે પર કાર અને ખાનગી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં 7 લોકોના મોત થયા છે. ઉંઝા હાઈવે પર કાર અને બસ વચ્ચે અકસ્માત થયો જેમાં અન્ય મુસાફરો ઘાયલ થયા છે. ડિવાઈડર કૂદીને કાર સીધી ખાનગી બસમાં ઘૂસી ગઈ હતી અને આ અકસ્માત સર્જાયો હતો. પાલનપુરથી અમદાવાદ તરફ યુવકો જઈ રહ્યા હતા તે દરમિયાન આ ઘટના બની હોવાનું જાણવા મળ્યુ છે. ઉલ્લેખનીય છે કે, આ અકસ્માતમાં કારે કાબુ ગુમાવ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે. ઉંઝા હાઇવે પર કાર ડિવાઇડર કૂદીને સીધી ખાનગી બસ સાથે અથડાઇ ગઇ. જેને કારણે કારમાં સવાર 7 લોકોના મોત નિપજ્યાં છે.Recent Story

Popular Story