અ'મંગળવારઃ અરવલ્લી-6ના મોત, મહેસાણા-3ના મોત, બાયડ-ધનસુરા બસ પલ્ટી

By : HirenJoshi 10:26 AM, 14 November 2017 | Updated : 10:26 AM, 14 November 2017
મહેસાણાઃ ગુજરાતના 2 જિલ્લામાં ગોઝારો અકસ્માત સર્જાતા અમંગળવાર સાબિત થયો છે. આ તરફ અરવલ્લી જિલ્લામાં ટ્રક અને ટ્રેકટર વચ્ચે અકસ્માત સર્જાતા 2 મહિલા સહિત કુલ 6 લોકોના મોત થયા છે. જયારે 13 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત છે.

બીજી તરફ મહેસાણા જિલ્લાના વિસનગર ખેરાલુ રોડ પર પાલડી ગામ નજીક કારની અડફેટે 3 યુવકોના મોત થયા છે. તો અરવલ્લીના ધનસુરા રોડ પર વીરપુરથી મોડાસા તરફ આવતી ST બસ પલટી મારી હતી. બસમાં સવાર ચાર લોકોને ઇજા થઇ હતી. અને 1 વ્યકિતને ગંભીર ઇજા પહોંચી હતી.

જોકે 7 વિધાર્થીઓનો આબાદ બચાવ થયો હતો. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર બનાવને પગલે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.Recent Story

Popular Story