31 માર્ચ હશે આધાર કાર્ડ લિંક કરાવવાની ડેડલાઇન: કેન્દ્ર સરકાર

By : krupamehta 01:09 PM, 07 December 2017 | Updated : 01:09 PM, 07 December 2017
નવી દિલ્હી: આધાર બાબતે સુપ્રીમ કોર્ટ આવતા સપ્તાહે સુનાવણી કરશે. સુપ્રીમ કોર્ટની સામે જલ્દી સુનાવણીમી માંગને લઇને મેંશનિંગ કરવામાં આવી. આ મામલા પર સંવિધાન પીઠ સુનાવણી કરશે. સીનિયર એડવોકેટ શ્યામ દીવાનએ કહ્યું કે આધારને વિવધ સરકારી યોજનાઓ સાથે લિકં કરવનો સમય 31 ડિસેમ્બર સુધી પૂરી થવાની છે. એવામાં આધાર બાબતે જોડાયેલી અંતરિમ રાહની અરજી પર સુનાવણી થવી જોઇએ. 

તો બીજી બાજુ કેન્દ્ર સરકારની તરફથી અટોની જનરલ કે કે વેણુગોપાલે કહ્યું કે સરકાર આધાર લિંક કરવાની સમય સીમા વધારવા જઇ રહી છે. એને 31 માર્ચ સુધી કરવામાં આવી રહી છે.

ચીફ જસ્ટિસ દીપક મિશ્રાએ જણાવ્યું કે સુપ્રીમ કોર્ટ આવતા સપ્તાહે આ બાબતે અંતિમ રાહત મેળવવા માટે દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરશે અને એ જ સુનાવણીમાં નક્કી કરવામાં આવશે કે આધાર બાબતે સંવૈધાનિક પીઠ પર ક્યારથી સુનાવણી શરૂ કરશે. Recent Story

Popular Story