નવી દિલ્હી: આતંકવાદી બુરહાન વાનીની સાથે સાથી સબઝાર અહમદ સહિત 10 આતંકવાદીને ઠાર કર્યા બાદ સેનાએ કાશ્મીર ખીણમાં સક્રિય 11 ટોચના આતંકવાદીઓની યાદી જાહેર કરી છે. આ આતંકવાદી સંગઠન હિઝબુલ મુઝાહિદ્દીન લશ્કર-એ-તૈયબા વગેરે સાથે જોડાયેલા છે.
સેનાએ એ પણ જણાવ્યું કે કેટલાક દિવસોથી તેઓ સક્રિય છે. હવે તેઓ સેનાના નિશાના પર છે. નામ અને ફોટા સાથે તેના ગુનાની યાદી પણ જાહેર કરવામાં આવી છે. જેને બે કેટેગરી એ અને એ-ડબલ પ્લસમાં વહેંચવામાં આવી છે.
નામ જાહેર કરતા પહેલા સેનાએ કહ્યું કે હવે આ ટોપ કમાંડરોને જવાબ આપવાની વારી આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર કાશ્મીરમાં અંદાજીત 200 આતંકવાદી સક્રિય છે. જેમાંથી 110 સ્થાનીક છે. દક્ષિણ કાશ્મીરના વિસ્તારમાં 99 આતંકવાદી આંતરિક જોડાયેલા છે.