જાપાનના મહેમાનને ગુજરાતની વાનગીની લીજ્જત, 30થી વધુ વાનગી પીરસાઇ

By : kavan 09:06 PM, 13 September 2017 | Updated : 09:06 PM, 13 September 2017

જાપાનના વડાપ્રધાન શિંઝો આબેની ગુજરાત મુલાકાત ના પ્રથમ દિવસના પ્રવાસના અંતે અમદાવાદની 1924માં બનેલ હેરિટેજ હોટેલમાં ખાસ બેઠક યોજ્યા બાદ રાત્રિભોજનનું પણ અહીં આયોજન કરવમાં આવ્યું હતું.

ભારતના મોંઘેરા મહેમાન બનેલા શિંઝો આબેને અમદાવાદની અગાસીયા હોટલમાં પરંપરાગત ગુજરાતી ભોજન પીરસવામાં આવ્યું હતું. સૂત્રો દવારા મળેલ માહિતી અનુસાર વિદેશી વડાપ્રધાનને ગુજરાતી થાળી પીરસવામાં આવી હતી. જેમાં ખીચડી-કઢી,ઢોકળા,ખમણ,ભાખરી,રોટલી, રોટલા,મગદાળનો શિરો,7 પ્રકારના શરબત, થેપલા,ગુલાબ પાક  ભરેલા કારેલા ડુંગળીનું શાક જેવી 30 થી વધુ વાનગીનો થાળ પીરસવામાં આવ્યો હતો. ભોજન લીધા બાદ જાપાની વડાપ્રધાન હોટલ હયાત જવા રવાના થયા હતા.

ઉલ્લેખનીય છે કે ભારતના ગુજરાતની 2 દિવસીય ખાસ મુલાકાતે આવેલ જાપાની વડાપ્રધાન શિંઝો આબેને ગુજરાતની મુલાકાતના પ્રથમ દિવસે અમદાવાદ આગમન થયા બાદ તેમને ગાર્ડ ઓફ ઓનરનું સન્માન આપવામાં આવ્યુ હતું. ત્યારબાદ બંને વડાપ્રધાને 8 કિલોમીટરનો રોડ-શો કરી સાબરમતીના હ્રદયકુંજની મુલાકાત  લીધી હતી.

 
Recent Story

Popular Story