ગુજરાતની 75 ન.પાની ચૂંટણીનું પરિણામ જાહેર, 47 નગરપાલિકા પર BJPની જીત

By : krupamehta 08:34 AM, 19 February 2018 | Updated : 08:46 PM, 19 February 2018
અમદાવાદ: અમદાવાદ: ગુજરાતની 75 નગરપાલિકાઓ માટે ગણતરી પૂર્ણ થઇ ગઇ છે. સવારે 8 વાગ્યાથી વોટોની ગણતરી શરૂ થઇ ગઇ હતી. જેમાંથી 47 નગરપાલિકા પર ભાજપે જીાત મેળવી છે.  જ્યારે 17 નગરપાલિકા પર કોંગ્રેસે કબ્જો મેળવ્યો છે. જ્યારે 5 નગરપાલિકા પર અપક્ષે જીત મેળવી છે.  ગુજરાત વિધાનસભા ચૂંટણી બાદ 17 ફેબ્રુઆરીએ 75 નગરપાલિકાઓ માટે શાંતિપૂર્ણ રીતે વોટિંગ થયું હતું. મતગણતરીને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચ દ્વારા તમામ બૂથ પર ચોંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. 

જાણો કઇ નગરપાલિકા બેઠક પર કોણો વિજય
 
 • થરાદ નગરપાલિકામાં ભાજપને 12, અપક્ષને 8 અને કોંગ્રેસને 8 મળી છે. 
 • વલસાડની પારડી નગરપાલિકામાં ભાજપ-કૉંગ્રેસ વચ્ચે ટાઈ પડી છે, 28 બેઠકો પૈકી બંને પક્ષોને 14-14 બેઠક મળી છે.  
 • અમરેલીમાં ભાજપનો ભગવો લહેરાયો.
 • વિધાનસભામાં નેતા વિપક્ષ પરેશ ધાનાણીના ગઠમાં ગાબડું પડ્યું છે. 
 • વડનગર પાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે. 8 બેઠકમાંથી 7 પર ભાજપનો વિજય
 • ગરિયાધાર વોર્ડ 1માં ચારેય બેઠક કોંગ્રેસને ફાળે છે.
 • રાપરમાં વોર્ડ 4માં ચારેય બેઠક પર BJPની જીત
 • ચલાલા ન.પા. વોર્ડ નં 2માં ભાજપની પેનલ વિજેતા
 • રાજુલા વોર્ડ 2માં કોંગ્રેસની પેનલ જીતી
 • લાઠી ન.પામાં વોર્ડ નં 1માં ભાજપની પેનલનો વિજય
 • ગારિયાધાર વોર્ડ 2માં ભાજપની પેનલની જીત
 • પ્રાંતિજમાં વોર્ડ 2માં 3 ભાજપ 3, એક બેઠક પર અપક્ષ વિજયી
 • હળવદ વોર્ડ 2માં ભાજપની પેનલનો વિજય
 • કોડીનાર ન.પા. વોર્ડ નં 2માં ભાજપની પેનલ જીતી
 • ઝાલોદ વોર્ડ 1માં 3 અપક્ષ એક પર ભાજપની જીત
 • વિદ્યાનગર વોર્ડ નં 3માં ભાજપની પેનલ જીતી
 • છાયા ન.પા વોર્ડ નં 1માં કોંગ્રેસની પેનલ જીતી
 • ડાકોર વોર્ડ 1માં એક BJP અને 3 પર અપક્ષની જીત
 • કુતિયાણા ન.પા. વોર્ડ નં 1માં ભાજપની પેનલ જીતી
 • રાણાવાવ ન.પા. વોર્ડ નં 7માં ભાજપની પેનલ જીતી
 • વલસાડ ન.પા. વોર્ડ નં 1માં ભાજપની પેનલ જીતી
 • પ્રાંતિજ ન.પા. વોર્ડ નં 2 માં 3 બેઠક પર ભાજપની જીત
 • સિહોર ન.પા. વોર્ડ નં 2માં 8 બેઠક પર ભાજપની જીત
 • વંથલી ન.પા.માં 2 વોર્ડમાં કોંગ્રેસની પેનલ જીતી
 • વિસાવદર વોર્ડ નં 2 માં 3 બેઠક પર કોંગ્રેસ વિજયી
 • ચોરવાડ ન.પા. વોર્ડ 1માં કોંગ્રેસની જીત
 • ગારિયાધાર વોર્ડ 1મા ચારેય બેઠક પર કૉંગ્રેસનો વિજય
 • રાપરમાં વોર્ડ 4મા ચારેય બેઠક પર ભાજપનો વિજય
 • માણાવદર વોર્ડ 1 માં કૉંગ્રેસની જીત
 •  છોટાઉદેપુર વોર્ડ 1મા 3 અપક્ષ એક પર કૉંગ્રેસનો વિજય
 • કાલાવાડમાં વોર્ડ નંબર-1મા ભાજપનો વિજય
 • ખેરાલુ નગરપાલિકાના વોર્ડ નંબર-1માં કૉંગ્રેસે રી-કાઉન્ટિંગની કરી માંગણી
 •  રાજુલા વોર્ડ નંબર-1મા ચારેય બેઠક પર કૉંગ્રેસનો વિજય
 • સિહોર વોર્ડ નંબર 1મા ભાજપની પેનલનો વિજય
 • વિજોલપર વોર્ડ નંબર 1મા ભાજપની પેનલનો વિજય
 • ચોરવાડ વોર્ડ નંબર 1મા કૉંગ્રેસનો વિજય
 • વલ્લભ વિદ્યાનગર વોર્ડ નંબર 1 અને 2માં ભાજપનો વિજય
 • હારીજ નગર પાલિકામાં વોર્ડ નંબર 1માં ભાજપની પેનલનો વિજય
 • વંથલીમાં નગર પાલિકામાં વોર્ડ નંબર 1માં કૉંગ્રેસનો વિજય
 • ખેડબ્રહ્મા વોર્ડ નંબર 1મા કૉંગ્રેસની પેનલનો વિજય
 •  પારડી ન.પા.વોર્ડ નંબર 1મા કોંગ્રેસના ઉમેદવારનો વિજય
 • દ્વારકા નગર પાલિકા વોર્ડ નંબર 1માં ચારેય બેઠક પર ભાજપની પેનલનો વિજય
 • કોડીનાર વોર્ડ નંબર 1મા ચારેય બેઠક પર ભાજપની પેનલનો વિજય
 • તળાજા વોર્ડનંબર 1માં 2 ભાજપ, 2 કૉંગ્રેસનો વિજય
 • ખેડા મહુધામાં કૉંગ્રેસ 3 ભાજપની 1 બેઠક પર વિજય
 • સુરેન્દ્રનગર વોર્ડ નંબર 6ની બેઠક પર કૉંગ્રેસની પેનલનો વિજય
 • સાણંદ વોર્ડ નંબર 1મા ભારતીય જનતા પાર્ટીની જીત
 • થરાદ વોર્ડ નંબર 1મા 3 બેઠક પર અપક્ષ, એક બેઠક પર ભાજપ
 • થરાદના 4 વોર્ડના પરિણામ જાહેર
 • થરાદ નગરપાલિકાના પ્રમુખ સુમિત્રાબેન દવેની હાર 

ઉલ્લેખનીય છે કે ઉલ્લેખનીય છે કે ગત ચૂંટણી કરતાં ભાજપને 12 નગરપાલિકામાં નુકસાન થયું. નગપાલિકાનું પરિણામ ભાજપ માટે રેડ સિગ્નલ સમાન છે. શહેરી વિસ્તારમાં કોંગ્રેસ વધારે જનાધાર મેળવી રહ્યું છે.

17 ફેબ્રુઆરીના રોજ 75 નગરપાલિકા, 2 જિલ્લા પંચાયત, 17 તાલુકા પંચાયત અને 1423 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઇ હતી. જેમાં કુલ 529 વોર્ડની 2116 બેઠકો માટે મતદાન થયું હતું. Recent Story

Popular Story