GST કાઉન્સિલે તેની 25મી મીટિંગમાં
ઘણાં ઉત્પાદનોના દર ઘટાડીને સામાન્ય
માણસને રાહત આપી છે. આ મીટિંગમાં
જૂની અને વપરાયેલી કાર ખરીદવી
સસ્તી થઇ છે. આ ઉપરાંત કાઉન્સિલે
અન્ય ઉત્પાદનો અને સેવાઓ પર
GST ઘટાડીને રાહત આપી છે.
આ સેવાઓ અને ઉત્પાદનોના દરોમાં
ફેરફાર કરવામાં આવ્યો છે. આ માત્ર 25
જાન્યુઆરી પછી અમલમાં આવશે.
આવી પરિસ્થિતિમાં કોઈ પણ જૂના દરે
માલ માટે GSTની માંગ કરી શકશે
નહીં.
આ વસ્તુઓમાં GST 28% થી
18% કર્યું છે
- જૂની અને વપરાયેલી કાર (મધ્યમ
મોટી કાર અને એસયુવીઝ)
- બાયો-ઈંધણ દ્વારા ચલાવવામાં
આવતી સાર્વજનિક પરિવહનની બસો
હવે આ વસ્તુઓ પર 12% લાગશે
તમામ પ્રકારના મોટર વાહનો જે પ્રથમ
28% GST હતા. તે હવે ઘટીને
12% થઈ ગયા છે. જોકે આમાં
મધ્યમ મોટી કાર અને એસયુવીનો
સમાવેશ થતો નથી.
આ વસ્તુઓ પર 18% બદલે 12% GST
- સુગર બોઇલ્ડ કન્ફેક્શનરી
- 20 લિટરના પીવાના પાણીની બોટલ
- ફાસ્ફોરિક એસિડથી તૈયાર થયેલ
ખાતર
- બાયો-ડીઝલ
- બાયો જંતુનાશકો (આ સૂચિ 12થી
વધુ જંતુનાશકો ધરાવે છે)
- ઘર બનાવવામાં વપરાતું વાંસ
- ડ્રીપ ઇરીગેશન પ્રણાલી
- મિકેનિકલ સ્પ્રે
આ વસ્તુઓ પર 18% ની જગ્યાએ હવે
5% GST
- કોનમાં મળતી મેહેંદી
- ઘરોમાં એલપીજીનું વિતરણ કરનાર
ખાનગી વિતરકો
- વૈજ્ઞાનિક અને તકનીકી સાધનો
- ઉપગ્રહ અને પેલોડમાં ઉપયોગમાં
આવતો સામાન
તેઓ 12% થી 5% GST
- શેરડીમાંથી બનાવેલી વસ્તુઓ
- સ્ટ્રો
- પ્લેટિંગ કરવા માટેની સામગ્રી
આ વસ્તુઓ પર 3% થી ઘટીને 0.25%
GST લાગશે
- હીરા અને અન્ય ખર્ચાળ પત્થરો
આમાં 0% GST નથી
- વિભૂતિ
- શ્રવણશક્તિ વધારવા માટે
ઉપયોગમાં લેવામાં આવતી
સાધનસામગ્રી અને તેને બનાવવા માટે
ઉપયોગમાં લેવાતી એક્સેસરીઝ
- ડી-ઓયલ્ડ ચોખાના દાણા (ભાતના ટુકડો)
આમાં GST વધ્યો
0 થી 5%
- ચોખાનું ભૂંસુ
આ સેવાઓ પર રાહત
- ટેલરિંગ સેવાઓ પર GST ઘટાડો
18% થી 5%
- રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળની
આવતી સેવાઓમાં પણ મુક્તિ આપવામાં આવી છે.
- થીમ પાર્ક જોય રાઇડ વોટર પાર્ક
જેવી બીજી ઘણી સેવાઓને 28% થી
18% GSTમાં બદલવામાં આવશે.
- નિવાસી કલ્યાણ સંસ્થાને પણ રાહત
આપવામાં આવી છે. તેમને આપવામાં
આવેલી મુક્તિને 5 હજારથી ઘટાડીને
7500 કરી દેવામાં આવી છે.
- જે લોકો એરક્રાફ્ટમાં અને જહાજમાં માલ મોકલતા હોય તેમણે GSTમાંથી
મુક્તિ આપવામાં આવી છે. શિપર્સ
માટેની ડિસ્કાઉન્ટ 30 સપ્ટેમ્બર 2018
સુધી રહેશે.