અમેરિકામાં 18 વર્ષની યુવતી પર ચાકુની અણી પર 19 વર્ષના યુવક પર બળાત્કાર કરવાનો આરોપ લાગ્યો છે. એમ.લાઈવ ડોટ કોમની રિપોર્ટ મુજબ આરોપી યુવતીની ઓળખાણ લેસ્ટિન મેરી સ્મિથના રૂપમાં કરવામાં આવી છે. જે સાગીનાવ ટાઉનની રહેવાસી છે.
જજ એન્ડ્રયૂ આર બોરેલોએ સોમવારે સજા સંભળાવતા કહ્યું કે આરોપી યુવતીએ બીજા નંબરનો ગંભીર અપરાધ કર્યો છે. સાથે જ કોર્ટે કહ્યું કે સ્મિથે પીડિત યુવકની કારને પણ નુકસાન પહોંચાડ્યું છે. તેને એક હજાર રૂપિયા પીડિતને આપવા પડશે. સ્મિથને આ સાથે જ 313 દિવસની જેલની સજા પણ કરવામાં આવી છે. આ દરમિયાન તેને જીપીએસ ડિવાઈસ પહેરવું પડશે.
ઉલ્લેખનીય છે કે સ્મિથ આ પહેલા પણ પહેલી કક્ષાના અપરાધ માટે જેલમાં જઈ ચૂકી છે. રિપોર્ટ અનુસાર સ્મિથે જજને એક પત્ર લખીને અપીલ કરી છે કે તેને જેલમાં ન મોકલવામાં આવે. આ જાણકારી સ્મિથની વકીલે આપી છે.
આ ઘટના આ વર્ષના 11 જાન્યુઆરીની છે. જ્યારે સ્મિથે સાગીનાવ ટાઉનમાં 19 વર્ષના યુવક સાથે જબરદસ્તી શારિરીક સંબંધ બાંધ્યા. કેસ સાથે જોડાયેલા અધિકારીઓ અનુસાર સ્મિથે ચાકુની અણીએ યુવક સાથે સંબંધ બાંધ્યા. ખબર અનુસાર આરોપીએ આટલેથી ન અટકતા પીડિત યુવતની સેક્સ ટેપ પણ બનાવી જેને સોશિયલ મીડિયામાં વાઈરલ કરી દેવાઈ. જોકે આ મામલે હવે સ્મિથનું કહેવું છે કે તેણે સેક્સ ટેપને ડિલીટ કરી દીધી છે.
ઘટના આ વર્ષના 11 જાન્યુઆરીની છે. જ્યારે સ્મિથે સાગીનાવ ટાઉનમાં 19 વર્ષના યુવક સાથે જબરદસ્તી શારિરીક સંબંધ બાંધ્યા. કેસ સાથે જોડાયેલા અધિકારીઓ અનુસાર સ્મિથે ચાકુની અણીએ યુવક સાથે સંબંધ બાંધ્યા. ખબર અનુસાર આરોપીએ આટલેથી ન અટકતા પીડિત યુવતની સેક્સ ટેપ પણ બનાવી જેને સોશિયલ મીડિયામાં વાઈરલ કરી દેવાઈ. જોકે આ મામલે હવે સ્મિથનું કહેવું છે કે તેણે સેક્સ ટેપને ડિલીટ કરી દીધી છે.
તમને જણાવી દઇએ કે આ પહેલા એક મહિલાની 10 પુરુષો પર બળાત્કાર કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. આરોપી મહિલાની ઓળખ વલેરિયા કે. ના રૂપમાં કરવામાં આવી હતી.