|
અમદાવાદના ઠક્કરબાપાનગરમાં પાણીની તંગી મામલે મહિલાઓ રણચંડી બની હતી. પાણીની તંગી મામલે મહિલાઓનો કાફલો કોર્પોરેટરના નિવાસસ્થાને પહોંચ્યો હતો, અને ભાજપના કોર્પોરેટર બિન્દુ કાસડિયાના ઘરે ભારે હોબાળો મચાવ્યો હતો. મહિલાઓનો આક્ષેપ છે કે તેમના વિસ્તારમાં લાંબા સમયથી પીવાના પાણીની સમસ્યા છે, અને પૂરતું પાણી પણ મળતું નથી. જોકે સ્થાનિક મહિલાઓના પ્રદર્શનમાં કોંગ્રેસી કાર્યકરોએ પણ ઝંપલાવ્યું હતું, અને કોર્પોરેટરના ઘર બહાર ભારે હોબાળો મચાવી દીધો હતો. ટોળું વધતાં કોર્પોરેટરના ઘર બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.
જોકે મામલો ઉગ્ર બનતા કોંગી કાર્યકરો સહિત વિરોધ કરનાર કેટલાક લોકોની અટકાયત કરાઈ હતી. જોકે કોંગ્રેસી કાર્યકરોએ કોર્પોરેટર દ્વારા સ્થાનિકોની વાતને નજરઅંદાજ કરવાનો આક્ષેપ કર્યો છે. જ્યારે કોર્પોરેટરે ઠક્કરબાપાનગર વિસ્તારમાં 2 બોર ફેલ ગયા હોવાની વાત કરી હતી. જોકે નવો બોર બનાવવા માટેની કામગીરી ચાલુ કરી દેવામાં આવી હોવાની અને ટૂંક સમયમાં પાણીની તંગી દૂર થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
અમદાવાદ: ઠક્કરબાપાનગરમાં મહિલાઓનો હોબાળો
પાણી મુદ્દે મહિલાઓ બની રણચંડી
કોર્પોરેટરના નિવાસસ્થાને મચાવ્યો હોબાળો
હોબાળામાં કોંગી કાર્યકરોએ પણ ઝંપલાવ્યું
વિરોધ નોંધાવનાર કાર્યકરોની અટકાયત
કોંગી કાર્યકરોએ કોર્પોરેટર પર કર્યા આક્ષેપ
સ્થાનિકોની વાતને નજરઅંદાજ કરવાનો આક્ષેપ
કોર્પોરેટરે બે બોર ફેલ થયા હોવાની કરી વાત
નવા બોરની કામગીરી શરૂઃ કોર્પોરેટર
|