સિરસામાં ગુરમીત રામ રહીમના ડેરા પર આજે પણ સર્ચ ઓપરેશન ચાલુ રહેવાનું છે. રામ રહીમના ડેરામાં સર્ચ ઓપરેશનમાં હજુ વધારે સમય લાગી શકે છે. અને તેના માટે મોટી સર્ચ ટીમ અભિયાનમાં જોડાયેલી રહેશે. ગઇ કાલે કરવામાં આવેલી તપાસમાં સર્ચ ટીમને 1200 નવી નોટો, 7 હજાર જૂની નોટો મળી આવી હતી.
સાથેનંબર વગરની કાળા રંગની લેકઝર કાર પણ મળી છે. તો સાથે જ કમ્પ્યૂટર, લેપટોપ, હાર્ડ ડિસ્ક મળી આવી છે. જેમાં અનેક પુરાવાઓ મળી શકે છે. તો મોટી માત્રામાં લેબલ વગરની દવાઓ પણ મળી છે. ડેરાના બે રૂમને સીલ કરી દેવામાં આવ્યા છે. અને બે સગીર સાથે 5 લોકો ડેરામાંથી મળી આવ્યા છે. જો કે આ સર્ચ ઓપરેશન 15 દિવસ બાદ શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે અનેક લોકો કહી રહ્યા છે કેબાબાએ ટ્રકોમાં ભરીને પુરાવાઓ ડેરાની બહાર મોકલી દીધા છે.
ઉલ્લેખનીય છે કે સચ્ચા ડેરા સૌદાના ધર્મ ગુરુ રામ રહીમની 2 સાધ્વીના યૌન શોષણ કરવાના મુદ્દે ધરપકડ કરી 20 વર્ષની સજા પંચકુલાની સીબીઆઈ ની ખાસ અદાલતે સંભળાવી છે ત્યારે રામ રહીમ સામે વધુ કડક કાર્યવાહી કરવા તેના સિરસા ડેરા ખાતે સરકારના ખાસ અધિકારીની ટિમ દવારા તપાસ કરવામાં આવી રહી છે. રામ રહીમની ધરપકડ બાદ તેના સમર્થકો ઉગ્ર બન્યા હતા અને પંજાબ,હરિયાણા ઉત્તરપ્રદેશ અને દિલ્હી સહીત ઠેર-ઠેર તોફાનો મચાવ્યા હતા.