રાજકોટમાં ગણેશ વિસર્જન દરમિયાન ત્રિકોણબાગ વિસ્તારમાં છેડતીનો બનાવ સામે આવ્યો છે. ત્રિકોણબાગ ખાતે કેટલાક યુવકોએ યુવતીની છેડતી કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. છેડતી કરનારા યુવકો નશાની હાલતમાં હતા.
પોલીસે આ મામલે 4 યુવકની અટકાયત કરી છે. માથાકુટની આ સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. જેમાં ટ્રકમાં કેટલાક શખ્સો યુવતી સાથે છેડછાડ કરે છે. જોકે પોલીસ ઘટનાસ્થળે આવી જતાં ટ્રકમાં ચઢીને યુવકોને નીચે ઉતારે છે, અને એક બાદ એક તમામ યુવકોની અટકાયત કરે છે.
- ગણેશ વિસર્જન દરમિયાન બબાલ
- ત્રિકોણબાગ વિસ્તારનો બનાવ
- યુવકોએ કરી યુવતીની છેડતી
- નશાની હાલતમાં હતા યુવકો
- પોલીસે 4 શખ્સની કરી અટકાયત
|