રાજકોટઃ રાજકોટ ફરી એક વાર રક્તરંજીત થયું છે. રાજકોટમાં શિતલ પાર્ક નજીક એક પરપ્રાંતિય યુવકની હત્યા કરી નાંખવામાં આવી છે. આ હત્યાનો આરોપ તેના જ સાળા પર લાગ્યો છે. મળતી માહિતી મુજબ દારૂ પીવા એકઠા થયેલા સાળા બનેવી અને તેના મિત્રો વચ્ચે બોલાચાલી થઇ હતી.
જે બાદ ઉશ્કેરાઇને લક્ષ્મણ નામના યુવકને સોનુ અને મોનુ નામના શખ્સોએ હુમલો કરી દીધો હતો. જેમાં લક્ષ્મણનું મોત થયું હતું. પોલીસે બંને શકમંદોની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનિય છે કે રાજકોટમાં એક સપ્તાહમાં હત્યાનો આ ત્રીજો બનાવ છે.
|