|
વલસાડ જિલ્લામાં ભારે વરસાદના પગલે ઓરંગા નદી બેકાંઠે વહેતી થઇ છે. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદથી ઓરંગા નદીમાં પાણીનું સ્તર વધ્યું છે. જેથી નીચાણવાળા વિસ્તારોને અલર્ટ કરાયા હતા. રાતોરાત નદીમાં પાણી વધતા વહીવટી તંત્ર સજ્જ થઇ ગયું હતું.
છિપવાડા, કૈલાસ રોડ, દાણા બજાર, પિચિંગ વિસ્તાર, કાશમિરા નગર, બરૂડિયાવાડા સહિતના નદી કિનારાના વિસ્તારોમાં પાણી ભરાવાની શકયતાને લઇને તંત્ર દોડતું થઇ ગયું હતું. નદી બેકાંઠે વહેતા પોલીસ, ફાયરબ્રિગેડ વહીવટી તંત્ર સહીતની ટીમ સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. નદી ગાંડીતૂર બનતા સહેલાણીઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો.
- વલસાડ: ભારે વરસાદના પગલે ઓરંગા નદી બેકાંઠે
- ઓરંગા નદીમાં પાણીનું સ્તર વધ્યું
- સહેલાણીઓનો ભારે ધસારો
- પોલીસ, ફાયબ્રિગેડ,વહીવટી તંત્ર સજ્જ
- નીચાણવાળા વિસ્તારોને અલર્ટ કરાયા
|