બનાસકાંઠા જીલ્લામાં પૂરને કારણે ભારે તારાજી સર્જાઈ છે. ધાનેરા અને થરા પંથકમાં ભારે નુકશાન થયું છે. ત્યાં પણ લોકોની મદદ માટે BSF અને આર્મીના જવાનોએ પ્રશંસનીય કામગીરી કરી હતી. પૂરમાં કરેલા કામ બાદ હવે લોકોના આરોગ્ય અને તેઓનું જીવન ફરી સ્થાપિત થાય તે માટે BSF કામે લાગ્યુ હતુ. BSF દ્વારા સ્થાનિક લોકો માટે કરવામાં આવેલી આ સેવાને સ્થાનિક લોકોએ વખાણી હતી.
સુઈગામના સરહદી પંથકમાં કે જ્યાં તંત્રના અધિકારીઓ પહોચતા નથી ત્યાં BSF જવાનો જઈ લોકોની સેવા કરી રહ્યા છે. સ્થાનિક લોકોની આ સેવાને બિરદાવી રહ્યા છે.
સુઈગામ પંથકમાં ભારત પાકિસ્તાન સરહદ પર BSF ના જવાની દેશની સુરક્ષા કરતા હોય છે. પરંતુ આ જવાનો આ વિસ્તારની સમસ્યામાં પણ આ લોકોની સાથે ખભે થી ખભે મિલાવી ઉભા રહે છે. તાજેતરમાં જ પૂર આવ્યું તેમાં સ્થાનિક લોકોને ભારે નુકશાન થયું. અનેક વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાયેલા છે. અનેક લોકો બેઘર બન્યા ત્યારે તંત્ર સરહદ સુધી પહોંચે તે પહેલા જ સરહદના જવાનો સ્થાનિક લોકોની મદદમાં આવ્યા છે. જવાનો દ્વારા લોકોને જરૂરિયાત છે તેમને રસોઈ કીટ આપવામાં આવી હતી. જયારે પાણીના કારણે લોકોમાં રોગચાળો ન ફેલાય તે માટે BSF ના ડોકટરો દ્વારા સ્થાનિક લોકોના આરોગ્યની ચકાસણી કરવામાં આવી હતી
બનાસકાંઠા જીલ્લામાં પૂર ને લઇ ભારે તારાજી સર્જાઈ છે. અનેક લોકો પોતાના ઘર થી બેઘર બન્યા છે. અનેક સેવાભાવી સંસ્થા લોકોના દુઃખમાં સહભાગી બન્યા છે. સુઈગામ પંથકમાં પણ સરહદના અનેક એવા ગામો છે જ્યાં પૂરના કારણે ભારે તારાજી સર્જાઈ હતી. સરહદના ગામના લોકોના દુઃખમાં ભાગીદાર બનવા હવે સરહદ પર સીમાની સુરક્ષા કરતા BSF જવાનો આવ્યા છે. આજે સરહદના અંતરિયાળ ગામ મેઘપુરા માં BSF દ્વારા પૂર અસરગ્રસ્ત લોકોને રસોઈ કીટ અને આરોગ્યની ચકાસણી કરવામાં આવી હતી.
|