આજે ગુજરાત સહીત સમગ્ર દેશ ગણપતિ મહોત્સવની પૂર્ણાહૂતિમાં મગ્ન બન્યો છે ત્યારે મુંબઈના ખુબ જાણીતા લાલબાગ કા રાજાને પણ આજે સમુદ્રમાં વિસર્જન કરવામાં આવશે. દેશભરમા ઠેર-ઠેર સ્થળો પર ગણપતિનો જયજયકાર ગુંજી રહ્યો છે ત્યારે આજે મુંબઈના અતિ પ્રચલિત લાલબાગ કા રાજાને પણ આજે ભક્તો વિદાય આપી અગલે બરસ તુમ જલ્દી આના રેની ખાસ પ્રાર્થના કરી રહ્યા છે
ઉલ્લેખનીય છે કે દેશભરમાં બાપ્પાને અશ્રુ ભીની આંખે વિદાઈ આપવામાં આવી રહી છે. ત્યારે મુંબઈના લાલ બાગ ચા રાજાની ધામધૂમ પૂર્વક વિદાઈ કરવામાં આવી રહી છે. અહીં હજારોની સંખ્યામાં ભકતો ઉમટયા છે. બાપ્પાના વિદાય આપવા માટે હજારોની સંખ્યામાં ભાવિક ભકતો ઉમટી પડયા છે.
ગણપતિ બાપ્પા મોરિયા, અગલે બરસ તુ જલ્દી આ ના સૂત્રોથી સમગ્ર વાતાવરણ ભક્તિતમય બની ગયું છે તો પૂણેમાં પણ કસબા ગણપતિની વિદાયમાં હજારોની સંખ્યામાં ભકતો ઉમટયા છે. ગણેશ વિસર્જન જૂલુસમાં હજારોની સંખ્યામાં જોડાયા છે.
|