|
પહેલી જુલાઈથી દેશભરમાં GST લાગુ થઈ રહ્યો છે. ત્યારે GST કાઉન્સિલે કેટલાક ઉત્પાદનો અને સેવાઓના ટેક્સ દરો રિવાઈઝ કર્યા છે. આ સુધારને પગલે ખેડૂતો, ખાવાના શોખીનો અને સિનેમા શોખીનોને લાભ થવાનો છે.
કેન્દ્ર સરકાર દ્વારા કાપડ પર GST લાગુ કરવામાં આવશે. ત્યારે સુરત કાપડ માર્કેટમાં GST મુદ્દે વેપારીઓ લાલઘુમ થયા છે, અને GSTનો વિરોધ કરવા માટે સુરતમાં ટેકસટાઈલના વિવિધ યુનિયન એક થયા છે, અને GST સંઘર્ષ સમિતીની રચના કરી. તો આગામી દિવસોમાં GST વિરોધમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે. 15 જુને સમગ્ર ટેકસટાઈલ માર્કેટ વેપાર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
જેમાં ટેક્સટાઇલની સાથે એમ્બ્રોઈડરીના વેપારીઓ પણ જોડાશે. તો સંઘર્ષ સમિતિએ જણાવ્યું હતું કે 21 મેમ્બરની એકશન કમિટિ બનાવવામાં આવી છે, અને આગામી સમયમાં વિરોધ કરવા માટે જુલાઇથી કાપડ માર્કેટ બંધ રાખવાની પણ તૈયારી બતાવી છે.
|