બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ગુન્હાઓમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે.ત્યારે પાલનપુર માં પણ નોકરીની લાલચ આપી એક યુવતીના અશ્લીલ વિડિઓ ઉતારી બ્લેકમેલ કરતી ટોળકી સામે ફરિયાદ થઈ હોવાની ઘટના સામે આવી છે.
પાલનપુરમાં ગરીબ પરિવાર ની એક યુવતી ને નોકરી ની લાલચ આપી તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે નોંધાઇ છે.જેમાં પાલનપુર માં એક ગરીબ પરિવારની યુવતી નોકરીની તલાશ માં હતી તે સમયે તેના પરિચિત રાહુલ ગેલોતર , મુક્તલીન અને યાસિનચાચા ના સંપર્ક માં આવતા તેણે યુવતીને નોકરીની લાલચ આપી એક ભુવાજી ને ત્યાં લઈ ગયા હતા.જ્યાં યુવતી પાસે બે લાખ રૂપિયાની માંગણી કરી હતી.પરંતુ યુવતી પાસે પૈસા ન હોવાથી ભુવાજી એ તેનો ફાયદો ઉઠવાવા યુવતી સાથે અડપલા શરૂ કર્યા હતા.
આ ઘટનાથી હતપ્રત બનેલી યુવતીએ ભુવાજી નો વિરોધ કરતા ભુવાજી એ રાહુલને તેમને અને સેવક ની હાજરીમાં જબરજસ્તી કરી દુષ્કર્મ આચરવાનું કહ્યું હતું. એટલુંજ નહીં પરંતુ તેની અશ્લીલ વિડિઓ ઉતારી યુવતી ને બ્લેક મેલ કરવાનું પણ શરૂ કર્યું હતું અને આ અંગે કોઈને જાણ કરીશ તો તેના પરિવાર ને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.બાદમાં ડરી ગયેલી યુવતીએ તેના પરિવાર જાણ કરી પોલીસ મથકે પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી.
યુવતી ની ફરિયાદ ના આધારે પોલીસે પાંચ શખ્સોસ અમે ફરિયાદ નોંધી છે અને ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે તેમજ ફરાર બે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે..એક તરફ મહિલાઓ ના સન્માન ની વાતો થઈ રહી છે , મહિલાઓ ની સુરક્ષાની વાતો થઈ રહી છે પરંતુ બીજી તરફ પાલનપુર માં બનેલી આ ઘટના અનેક સવાલ ઉભા કરે છે.
|