ગીર સોમનાથના રોકડીયા હોસ્પિટના તબીબ સુધીર રોકડિયા વિરૂદ્ધ હોસ્પિટલમાં જ કામ કરતી કર્મચારી યુવતિએ આરોપ લગાવ્યો છે..યુવતિએ શારિરીક અડપલા કર્યાનો આરોપ લગાવ્યો છે. આરોપ એવો પણ છે કે તબીબ દારૂના નશામાં હતો. અને ભાન ભૂલીને તેણે આ કરતૂત કરી હતી.
આ જ બાબતને લઇને તબીબ સાથે ભોગબનનાર યુવતિના ભાઇએ વાતચીત પણ કરી હતી. અને ફોનમાં તબીબે ભૂલ કર્યાની કબૂલાત પણ કરી હતી. હાલ આ મામલે પોલીસે તપાસ હાથ ધરી ને કાર્યવાહી શરૂ કરી છે.
ગીરસોમનાથમાં તબીબ વિરૂદ્ધ યુવતિનો અડપલાનો આરોપ
હોસ્પિટલમાં નોકરી કરતી યુવતિએ કરી ફરિયાદ
તબીબ સુધીર રોકડીયા વિરૂધ્ધ પોલીસ ફરિયાદ
મામલો શાંત પાડવા લોભ-લાલચ આપ્યાની ઓડિયો ક્લિપ થઇ વાયરલ
છેડતી બાદ ધમકી આપ્યાનો પણ આરોપ
પીડિતાના ભાઇએ વેરાવળ પોલીસમાં કરી ફરિયાદ
|