વડોદરાઃ વડોદરાની કોયલી રોડ પર આવેલી સેંટ પોલ્સના સંચાલકો દ્વારા ફી વધારો કરવામાં આવ્યો હતો. વાલીઓએ કલેકટરને આવેદનપત્ર સુપ્રત કર્યુ હતું. સ્કૂલમાં છોકરાઓને સંચાલકો ફી માટે ધમકાવે છે. ફી નહિ ભરે તો પરીક્ષામાં બેસવા દેવામાં નહિ આવે તેવું જણાવી સંચાલકો સરકારના નિયમને સ્કૂલના સંચાલકો ઘોળીને પી ગયા છે.
આજે કોયલી રોડ પર આવેલ સેન્ટ પોલ્સ સ્કૂલ ના સંચાલકો દ્વારા સરકારે જે ફી માટે કડક નિયમ બનાયો છે અને ફી નક્કી કરેલ છે. છતાં પણ આ સ્કુલના સંચાલકો દ્વારા અભ્યાસને આવકનું સાધન બનાવી દીધું છે અને મોટી મોટી બિલ્ડિંગો ઉભી કરી નાખી છે. સ્કૂલમાં ભણવા આવતા નાના નાના બાળકોને ધમકાવે છે અને પરીક્ષામાં નહિ બેસવા દેવાની ધમકી આપે છે. જો ફી નહિ ભરે તો વાલીઓને મજબૂર કરવામાં આવે છે.
ફી ભરવા માટે અને જ્યારે વાલીઓ સ્કૂલમાં મળવા જાય તો સ્કૂલ સંચાલકો કહે છે કે અમે તો ફી વધારીશું અને MDO કચેરી ખાતે સોગંદનામું પણ કરેલું છે. આજે 50 થી વધુ વાલીઓ કલેકટર કચેરી આવી સુત્રોચ્ચાર કરી દેખાવો કર્યા હતા. કલેકટરને આવેદનપત્ર આપી માનનીય રાષ્ટ્રીયપતિ સુધી તેમની વાત પહોંચે તેવી રજુઆત કરી હતી.
|