|
ચોમાસુ વિલંબમાં પડતા ખેડૂતોમાં ચિંતા થાય તે સ્વાભાવિક છે .પરંતુ આકાશમાં હિમસાગર ન બનતા ચોમાસું વિલંબમાં પડેલ છે. અપર એરનું સરકયુલેશન તા.21 જુનથી ધીરે ધીરે વધતા હવામાં ભેજનું પ્રમાણ વધતા ગુજરાતનાના જુદા-જુદા ભાગોમાં 21થી 24 માં કોઈ કોઈ ભાગોમાં ઝાપટા પડી શકશે. અને 25થી 26 જૂનમાં ઉત્તર મધ્ય ગુજરાતમાં હવામાન પલટાશે.
મુંબઈના દરિયા કાંઠે ચોમાસું સક્રિય થાય જેનું 29 જુનથી ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગોમાં ચોમાસું સક્રિય થશે. 29થી 30 જૂન આહવા, ડાંગ, વલસાડ તેમજ દક્ષીણ ગુજરાતના ભાગોમાં ચોમાસુ સક્રિય થશે. 1 થી 3 જુલાઈ ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગોમાં ચોમાસું સક્રિય થાય અને 5-6 જુલાઈ સુધીમાં મુંબઈના ભાગ દક્ષીણ ગુજરાતના ભાગમાં થશે.રાજ્યના અન્ય ભાગોમાં પણ ચોમાસું સક્રિય થઇ શકે છે. 29થી 30 જુન અને 1 જુલાઈ વચ્ચે દરિયામાં સખ્ત પવન ફુંકાઇ શકે છે.
|