અમદાવાદના રામોલમાં અસામાજિક તત્વોનો આતંક વધતો જાય છે.ત્યારે પાર્શ્વ જવેલર્સમાં થયેલા અસામાજિક તત્વોનો આતંક CCTV કેમેરામાં કેદ થયો છે. આ CCTV કેમેરામાં ત્રણથી ચાર ગુંડાઓ લાકડી વડે દંપતીને માર મારતા નજરે પડી રહ્યા છે.અને આ ગુંડાઓ મારીને ભાગી જાય છે. માર મારવાની ઘટના દરમિયાન બાળક નીચે રડતુ દેખાય છે.
પાશ્વ જવેલર્સના ગેરકાયદેસર બાંધકામ મામલે ગુંડાઓએ આતંક મચાવ્યો હતો. પાશ્વ જવેલર્સના માલિક સામે અગાઉ પણ ફરિયાદ થઇ છે. અદાવત રાખીને ફરીયાદી પર હુમલો કરાયો હતો. ફરીયાદ થવા છતાં પોલીસની નિક્રીય કામગીરી સામે આવી છે.