|
શંકરસિંહ વાઘેલા આખરે ખુલ્લેઆમ સામે આવ્યા છે. એમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. એમણે કોંગ્રેસના તમામ પદો ઉપરથી તથા પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપતો પત્ર ફેક્સ મારફતે પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધીને પાઠવી દીધો હોવાનું જણાવાઈ રહ્યું છે. શંકરસિંહના પુત્ર ધારાસભ્ય મહેદ્રસિંહ વાઘેલાએ હજી પિતાના પગલે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું નથી. અલબત્ત,તેઓ પણ સમય આવ્યે "સામૂહિક રીતે "જે નિર્ણય લેવાશે તેને અનુસરશે, એમ જણાવાઈ રહ્યું છે.
ભાજપના ટોચના મોવડીઓનો ઈરાદો, ગુજરાતની રાજ્યસભાની ખાલી થઈ રહેલી ત્રણ સીટ પૈકી ત્રીજી સીટ મહેદ્રસિંહ વાઘેલાને ફાળવવાનો છે. અટકળ એવી પણ છે કે, પુત્રના બદલે શંકરસિંહ પોતે રાજ્યસભાની ત્રીજી સીટ માટે ભાજપ તરફથી ઉમેદવારી નોંધાવે. જો આમ ના બને તો શંકરસિંહને તેમની સિનિયોરિટીને છાજે તેવું ઊંચુ પદ ગુજરાત ભાજપમાં મળશે તેમ માનવું અતિશયોકિત નહીં ગણાય.
ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપતિની ચૂંટણી 17મી જુલાઈએ યોજાવાની છે, જેને અનુલક્ષીને રાજ્યસભાની ચૂંટણીનો અગાઉ જાહેર થયેલો કાર્યક્રમ રદ કરાયો છે. આ બંને ચૂંટણીઓ પહેલાં મોદી 29-30 જૂન દરમિયાન ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. સંભવ છે કે આ સમય દરમિયાન કોઈ મોટી ઘોષણા થાય. શંકરસિંહ વાઘેલા દ્વારા કોંગ્રેસને તિલાંજાલિ આપવાને પગલે હવે કોંગ્રેસના ગુજરાત એકમના નેતાઓએ કોઈ એક નેતાના છત્ર નીચે નહીં બલકે સામૂહિક નેતૃત્ત્વથી ચૂંટણી લડવાનું છે તે સ્પષ્ટ થઈ ગયું છે. શંકરસિંહ તેમના ગાંધીનગરના નિવાસે ભાવિ આયોજન ઘડવામાં વ્યસ્ત છે. આવનારા દિવસોમાં કોંગ્રેસ માટે મોટી ઉથલપાથલ સર્જનારા હશે તે નક્કી છે.
બાપુ રિટર્ન !
બાપુએ આખરે ભાવિ રાજકીય આયોજનનું પત્તું ખોલ્યું
શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાંથી આપશે રાજીનામું
સોનિયા ગાંધીને મોકલ્યું રાજીનામું :સૂત્ર
પાર્ટીના તમામ હોદ્દાઓ પરથી બાપુ આપશે રાજીનામું
મહેદ્રસિંહ વાઘેલા કોંગ્રેસ છોડશે?
બાપુ ભાજપમાં જોડાય તેવી શકયતા
પ્રદેશ કોંગ્રેસની નેતાગીરી સામે ઉઠાવ્યા હતા પ્રþાાો
બાપુ PM મોદીની હાજરીમાં કોંગ્રેસના નેતાઓ સાથે ભાજપમાં જોડાશે
બાપુ રાજ્યસભાની ત્રીજી સીટ માટે ભાજપ તરફથી ઉમેદવારી નોંધાવશે !
સિનિયોરિટીને છાજે તેવું ઉંચુ પદ ગુજરાત ભાજપમાં મળશે !
ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલા આખરે ખુલ્લેઆમ સામે આવ્યા છે અને તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે, તેવા અહેવાલના પગલે રાજકીય ભૂકંપનો માહોલ સર્જાયો છે. ત્યારે કોંગ્રેસના નેતા નરેદ્ર રાવતે જણાવ્યું હતું કે, બાપુ કોંગ્રેસમાં છે. આવનાર ચૂંટણી 2017મા કોંગ્રેસનો વિજય થશે. વિજય પછી ભાજપને ખબર પડશે કે, કોંગ્રેસમાં કોઇ જૂથવાદ નથી, અને બાપુની આગેવાની હેઠળ ચૂંટણીની રણનીતિ ઘડવામાં આવશે.
શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાંથી આપશે રાજીનામું
અહેવાલને પગલે રાજકીય ભૂકંપનો માહોલ સર્જાયો
અહેવાલ અંગે નરેન્દ્ર રાવતે કરી સ્પષ્ટતા
બાપુ કોંગ્રેસમાં છે : નરેન્દ્ર રાવત
અહેવાલ ખોટા છે :નરેન્દ્ર રાવત
ચૂંટણીમાં કોંગ્રેસનો થશે વિજય:નરેન્દ્ર રાવત
બાપુની આગેવાનીમાં ચૂંટણીની રણનીતિ ઘડાશે:નરેન્દ્ર રાવત
લોકોએ ખોટી અફવા ફેલાવી છે:નરેન્દ્ર રાવત
શંકરસિંહની રાજકીય સફર
જો શંકરસિંહ વાઘેલાની રાજકીય સફરની વાત કરીએ તો અનેક રાજકીય પક્ષ સાથે રહ્યો છે શંકરશસહનો નાતો. તેમણે જનસંઘથી કરી હતી રાજકીય સફરની શરૂઆત કરી હતી. જનસંઘ બાદ જનતા પાર્ટીમાં જોડાયા હતા. રાષ્ટ્રીય જનતા પાર્ટી નામના પ્રાદેશિક પક્ષની સ્થાપના કરી હતી. પરિસ્થિતી સામે પડકાર ઉભો કરવાની શંકરસિંહની પ્રકૃતી છે.
શંકરસિંહની આગેવાનીમાં કેશુભાઈ સરકાર સામે બળવો કર્યો હતો. ઓગષ્ટ 1995માં સત્તા પરિવર્તન માટે બાપુએ બળવો કર્યો હતો અને આ બળવો ખજુરીયા - હજુરીયા કાંડ તરીકે ઓળખાયો હતો.
શું હતો ખજુરીયા હજુરીયા કાંડ ? તેના વિશે વાત કરીએ તો શંકરસિંહ વાઘેલાએ 40થી વધુ ધારાસભ્યોને પોતાના વાસણ ગામે બોલાવ્યા હતા. સરકારે વાસણ ફરતે પોલીસ બંદોબસ્ત મુકી દીધો હતો. ધારાસભ્યોન ખાનગી પ્લેનમાં મધ્યપ્રદેશના ખજુરાહો લઇ જવામાં આવ્યા હતા અને ઊમા ભારતીએ શંકર સિંહ વાઘેલા સાથે મુલાકાત કરીને ધારાસભ્યોએ કેશુભાઈને હટાવવા માગણી કરી હતી. ત્રણ દિવસ બાદ ધારાસભ્યો સાથે શંકરસિંહ વાઘેલા પરત ફર્યા હતા.
શંકરસિંહની રાજકીય સફરની વાત કરીએ તો શંકર સિંહ વાઘેલા રાજ્યના 12માં મુખ્યમંત્રી હતા. 23, ઓકટોબર-1996 થી 27, ઓકટોબર-1997 સુધી શાસન કર્યું હતુ. રાજપાને કોંગ્રેસમાં વિસર્જીત કર્યો હતો. આ સિવાય શંકરસિંહ વાઘેલાએ લોકસભામાં સંસદસભ્ય તરીકે પણ કામગીરી કરી હતી અને 1984થી 1989 સુધી રાજ્યસભાના સાંસદ રહ્યા હતા. તો બાપુ મનમોહનસિંહની સરકારમાં કેન્દ્રીય કાપડમંત્રી બન્યા હતા.
અનેક રાજકીય પક્ષ સાથે રહ્યો છે શંકરસિંહનો નાતો
જનસંઘથી કરી હતી રાજકીય સફરની શરૂઆત
જનસંઘ બાદ જનતા પાર્ટીમાં જોડાયા
રાષ્ટ્રીય જનતા પાર્ટી નામના પ્રાદેશિક પક્ષની કરી હતી સ્થાપના
પરિસ્થિતી સામે પડકાર ઉભો કરવાની છે શંકરશસહની પ્રકૃતી
શંકરશસહની આગેવાનીમાં કેશુભાઈ સરકાર સામે થયો બળવો
ઓગષ્ટ 1995માં સત્તા પરિવર્તન માટે કર્યો બળવો
આ બળવો ખજુરીયા- હજુરીયા કાંડ તરીકે ઓળખાયો
શું હતો ખજુરીયા હજુરીયા કાંડ ?
શંકરસિંહ વાઘેલાએ 40થી વધુ ધારાસભ્યોને પોતાના વાસણ ગામે બોલાવ્યા
સરકારે વાસણ ફરતે પોલીસ બંદોબસ્ત મુકી દીધો
ધારાસભ્યોન ખાનગી પ્લેનમાં મધ્યપ્રદેશના ખજુરાહો લઇ જવામાં આવ્યા
ઊમા ભારતીએ શંકર સિંહ વાઘેલા સાથે કરી મુલાકાત
ધારાસભ્યોએ કેશુભાઈને હટાવવા કરી માગણી
ત્રણ દિવસ બાદ ધારાસભ્યો સાથે ફર્યા શંકરશસહ વાઘેલા
મોદીના વિદાય સમારંભમાં વજુભાઈએ કરેલી વાતનું વજૂદ આજે સાબિત થઈ રહ્યું છે
વર્ષ 2014ની સામાન્ય ચૂંટણીઓમાં નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી ભારે બહુમતિથી ચુંટણી જીતી ગયા અને દિલ્લી જવાની તૈયારીઓ કરી રહ્યાં હતા. તે સમયે મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ગુજરાત વિધાનસભાએ મોદીને વિદાય આપવાની હતી. વિધાનસભાનું ખાસ સત્ર બોલાવવામાં આવ્યું. તે વખતે વિધાનસભાના અધ્યક્ષ પદે વજુભાઈ વાળા હતા. મોદી અને શંકરસિંહના ભાષણ પછી આભાર પ્રસ્તાવમાં વજુભાઈએ એવી વાત કરી જેનું અનુસંધાન હવે જોડાઈ રહ્યું છે. વજુભાઈએ મોદી અને બાપુની સરખામણી કરી અને કહ્યું કે બંન્નેની વિચારધારા એક સમાન છે. બાપુનું ગોત્ર ભાજપ અને સંઘ છે તો બાપુ ક્યારેય ભાજપથી અળગા થઈ શકે નહી. વજુભાઈની આ વાત પર મોદી ખુબ હસ્યા. વજુભાઈની એ વાતનું વજૂદ આજે સાબિત થઈ રહ્યું છે. ગુજરાત વિધાનસભામાં 21મી મે ના રોજ શું કહ્યું હતું વજુભાઈએ તે સાંભળો.
શું કહ્યું હતું વજુભાઈવાળાએ
હું નરેન્દ્રભાઈ અને શંકરસિંહમાં જોઈ શકું છું
કે આ બંન્ને સંઘના સ્વયંસેવકો છે
એક જ વિચારધારા ધરાવતા વ્યક્તિઓ છે
મગની બે ફાડ જુદી હોય પણ...
બંન્નેમાં જે ગુણ હોય તે મગના જ હોય
કશ્મીરી પંડિતના રક્ષણની વાત હોય
...કે વીઝાની સમસ્યાની વાત હોય
આ બધા જે પ્રોબ્લેમ છે એ....
...બન્નેના મનની અંદર રહેલા છે
પક્ષાપક્ષીમાં તો કોઈ અહીં થી અહીં જાય
પણ અમારા કાઠીયાવાડમાં કહેવત છે કે..
ડાંગે માર્યા પાણી જુદા ન થાય
એ આજે નહી તો કાલે ભેગા થવાના છે
આજ સુધીમાં મોટોભાગ થઈ ગયો છે
અને બાકીના રહી ગયા તે ભેગા થવાના જ છે
|