સુરતઃ 14 કરોડની ક્રિપ્ટો કરન્સી છેતરપિંડી મામલે મુખ્ય આરોપીની ધરપકડ

સુરતઃ ક્રિપ્ટો કોઈન કરન્સી છેતરપિંડી મામલે નોંધાયેલી ફરિયાદમાં ક્રાઈમ બ્રાંચે મુખ્ય આરોપી રોહિત કાપોપરાની ધરપકડ કરી છે. રોહિત કપોપરા આ કેસમાં મુખ્ય સુત્રધાર છે અને રોહિત કાપોપરાએ રૂ. 14 કરોડની છેતરપિંડી આચરી હતી.

કોંગ્રેસના પીઢનેતા કુંવરજી બાવળિયા જોડાઇ શકે ભાજપમાં-સૂત્ર

રાજકોટ: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સૌરાષ્ટ્રના કોળી સમાજ પર પ્રભુત્વ ધરાવતા કુંવરજી બાવળિયા ભાજપમાં જોડાઈ શકે છે. સુત્રો દ્વારા મળેલી જાણકારી મુજબ કુંવરજી આગામી એક બે અઠવાડિયામાં તેની સત્તાવાર જાહેરાત કરી શકે છે. કુંવરજીએ પોતાના ખાસ લોકો સાથે આ મામલે ચર્ચા વિચારણા કરી છે અને ભાજપમાં જોડાવાના આડ

દાહોદ: બામરોલી ગામે કૂવામાં ટ્રેક્ટર ખાબક્યું,2 લોકોએ ગુમાવ્યા જીવ

દાહોદના બામરોલી ગામે આવેલા ખેતરના કૂવામાં એક ટ્રેક્ટર ખાબક્યું છે. ખેતરમાં ખેડાણ કરી રહ્યું હતું ત્યારે ટ્રેક્ટર કૂવામાં ખાબક્યું હતું. ડ્રાઈવરે સ્ટિયરીંગ પરથી કાબૂ ગુમાવતા આ ઘટના બની હતી. તો આ દુર્ઘટનામાં ડ્રાઇવર સહિત 2 લોકોના મોત થયા છે. ઉલ્લેખનીય છે કે, એક તરફ વરસાદની સીઝન જામ

VIDEO: સુરતની બાલાપીર દરગાહમાં મઝારની ચાદર નીચે જોવાં મળી હલચલ, લોકોમા

સુરતઃ શહેરનાં ઉધના દરવાજા વિસ્તારમાં એક ચમત્કાર થયો હોવાંની એક ઘટના સામે આવી છે. ઉધના દરવાજા વિસ્તારમાં આવેલી બાબાની મઝારમાં આજે હલચલ જોવા મળી છે. મઝાર જાણે શ્વાસ લેતી હોય તે પ્રમાણે હલચલ થાય છે. જો કે આ વીડિયો સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થઈ રહ્યો છે. જેનાં પગલે મોટી સંખ્યામાં લ

સુરતમાં વહેલી સવારે ભારે ગાજવીજ સાથે પડ્યો ધોધમાર વરસાદ, ખેડૂતોમાં આનં

સુરતઃ શહેરમાં આજે વહેલી સવારથી ગાજવીજ સાથે ભારે વરસાદ વરસ્યો છે. ઓલપાડ, માંગરોળ માંડવી સહિતનાં વિસ્તારોમાં વરસાદ પડયો છે. વરસાદનાં પગલાને લઇને વાતાવરણમાં ભારે ઠંડક પ્રસરી ગઇ છે. વરસાદ આવતા જ ખેડૂતોમાં ભારે ખુશીનો માહોલ છવાઇ ગયો છે.

ઉલ્લેખનીય છે કે ભારે ઉકળાટ અને

બિટકોઇન તોડકાંડઃ ક્રિપ્ટો કરન્સીના નામે છેતરપીંડી કરનારા PI ડાભી સામે

સુરત: ક્રિપ્ટો કરન્સીના નામે કામરેજ પોલીસ સ્ટેશનના પી.આઈ. એલ.બી ડાભીએ 14 કરોડની છેતરપીંડી કરતા ક્રાઈમબ્રાન્ચે આરોપી પી.આઈ સહિત ષડયંત્રકાર વિરૂદ્ધ ફરિયાદ નોંધી છે. કામરેજ પોલીસ સ્ટેશનના પી.આઈ એલ.બી ડાભીએ ચેતન ગંગાણી પાસેથી 14 કરોડ રૂપિયા ખોટી વેબસાઈટ બનાવીને પડાવ્યા હતા.

સુરતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીઃ વાપી, વલસાડ, રાંદેર, અડાજણ સહિતના

સુરતઃ રાજ્યમાં વરસાદ પોતાનું આગમન કરી રહ્યો છે, ત્યારે સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. જીલ્લાના રાંદેર, અડાજણ સહિતના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો.

ત્યારે શહેરમાં પ્રથમ વરસાદમાં બાળકો ભિંજાઈને પોતાની ખુશી વ્યક્ત કરી હતી. તો બાળકો સહિત મહિલાઓએ પણ વર

Video: બોયફ્રેન્ડને લઇને 2 વિદ્યાર્થીનીઓ બાખડી, ક્લાસરૂમમાં કરી મારામા

વલસાડઃ સેલવાસની એક કોલેજમાં 2 વિદ્યાર્થિનીઓ વચ્ચે ઝઘડાનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં બન્ને વિદ્યાર્થિનીઓ એક બીજાને માર મારી રહી છે. બે વિદ્યાર્થિનીઓ વચ્ચે બોયફ્રેન્ડ પર પોતાના હક્કને લઇને  ઝઘડો થયો હતો.

આ સમગ્ર ક્લાસરૂમની વચ્ચે થઈ હતી. તમામ વિદ્યાર્થીઓ

સુરત: ઉધનામાં થયેલ ફાયરિંગ મામલો પોલીસે કરી 5 આરોપીની ધરપકડ

સુરતઃ ઉધના વિસ્તારમાં સિલિકોન શોપર્સ મોલમાં થયેલા ફાયરિંગના મામલે પોલીસે ફાયરિંગ કરનારા 5 આરોપીઓની ધરપકડ કરી છે. મહત્વનું છે કે આ પાંચ આરોપીઓમાંથી 2 આરોપીઓ સગીર વયના છે. ધરપકડ કરાયેલા આ તમામ આરોપીઓ વરાછા વિસ્તારના છે. પોલીસે મોબાઈલ સ્નેચરના ગુનામાં સામેલ આરોપીઓની અટકાયત કરતા પો


Recent Story

Popular Story