પરિવારની કનડગતથી કંટાળી યુગલે સજોડે ઝેરી દવા ગટગટાવી,સારવાર અર્થે ખસેડ

જામનગરમાં પ્રેમલગ્ન કરનાર યુગલે સજોડે ઝેરી દવા ગટગટાવી લીધી છે. પરિવારને પ્રેમલગ્ન પસંદ નહીં પડતા હોવાથી હેરાનગતિ કરાતી હતી. સતત પરેશાન રહેતા યુગલે આત્મવિલોપનની ચીમકી આપી હતી. યુગલને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યુ છે.  

જામનગરમાં વિશ્વના સૌથી મોટા બ્રાસ ફ્યુચર્સ કોન્ટ્રેક્ટનો થયો પ્રારંભ

જામનગરમાં દેશના સૌથી મોટા કોમોડીટી એક્સચેન્જ એમસીએક્સ દ્વારા પીતળના વાયદા બજાર કેદ્રનો પ્રારંભ કરાયો છે. અમેરિકા,બ્રિટન અને દક્ષીણ પૂર્વ એશિયાના દેશોમાંથી ધાતુનો ભંગાર મંગાવી જામનગર અને આસપાસના વિસ્તારોમાં પાંચેક હજાર જેટલા નાના, મધ્યમ અને મોટા કદના એકમો બ્રાસ પાર્ટનું નિર્માણ કર

VIDEO: દ્વારકામાં ખેડૂતોએ ભીખ માંગી કર્યો અનોખો વિરોધ, ટેકાના ભાવ સહિત

દેવભૂમી દ્વારકાઃ કૃષ્ણનગરીમાં ખેડૂતોએ અનોખો વિરોધ કર્યો છે. જામ ખંભાળીયાના જોધપર નાકા પાસે ઉપવાસ પર બેઠેલા ખેડૂતોનો આજે બીજો દિવસ છે. ઉપવાસ પર ઉતરેલા ખેડૂતો આજે ભિક્ષુક બની ગયા. તેમણે માર્ગ પર બેસીને ભિક્ષા માગતા નજરે પડયા હતા.  મહત્વનું છે કે મગફળી અને અલગ

કેનાલનું પાણી અચાનક બંધ કરાતા ખેડૂતોએ આંદોલન કરવાની ઉચ્ચારી ચિમકી

જામનગર: ગીર સોમનાથમાં પાણીના પ્રશ્નને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો. પાણીની પારાવાર સમસ્યાના વિરોધમાં 10થી વધુ ગામના ખેડૂતો માર્કેટિંગયાર્ડમાં એકઠા થયા અને રોષ વ્યક્ત કર્યો હતો. કેનાલનું પાણી અચાનક બંધ કરી દેવાતા આ ખેડૂતો રોષે ભરાયા છે. ખેડૂતો પાકને લઈને ચિંતિત હોઈ તેઓએ ચિમકી ઉચ્ચારી છે કે

શનેશ્વરી અમાસને પગલે શનિદેવના જન્મ સ્થળ હાથલામાં ઉમટ્યું ભક્તોનું ઘોડા

શનેશ્વરી અમાસના દિવસે શનિદેવના જન્મ સ્થાન હાથલામાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુ ઉમટયા છે. પોરબંદરથી થોડા અંતરે આવેલા હાથલામાં શનિદેવનું જન્મ સ્થાન આવેલું છે.

આ વખતે ચૈત્રી અમાસ અને શનિવારનો અનોખો સંયોગ હોવાથી અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ દર્શન માટે ઉમટયા હતા. પ્રથમ શનિ કુંડમાં સ્

કુદરતી આફતો સામે લડવા જામનગર જિલ્લા તંત્ર દ્વારા યોજાઇ મોકડ્રિલ

જામનગરમાં જિલ્લા વહિવટી તંત્ર દ્વારા ભૂકંપ જેવી કુદરતી આફતમાં તેમજ માનવ સર્જીત આફતો આતંકવાદી હુમલો વિગેરેમાં કરવામાં આવતી બચાવ અને રાહત કામગીરીની મોટાપાયે કવાયત હાથ ધરવામાં આવી હતી. આ કવાયત દરમિયાન હોસ્પિટલના દર્દીઓ,સ્કૂલના બાળકો,કોલેજના વિદ્યાર્થીઓ ઉપરાંત કેમીકલ પાઇપલાઇન લીકેજથી અસર પામેલ લોકો

VIDEO: SSPE નામની બીમારીથી પીડાતા પાર્થે ઇચ્છા મૃત્યુ માટે રાષ્ટ્રપતિન

અસહ્ય દર્દથી પીડાતો માનવી હંમેશા મોતની આરાધના કરતો હોય છે.ત્યારે અમરેલી જિલ્લાના સાવરકુંડલાના દિનેશ મૈસુરીયાનો 11 વર્ષનો પુત્ર SSPEની બિમારીથી પિડાઈ રહ્યો છે.ઇચ્છા મૃત્યુ માટે પરિવારે પ્રધાનમંત્રી, રાષ્ટ્રપતિને પત્ર લખી માંગ કરી છે. 

પરિવારે કહ્યું કે, આ રોગ માટે સંશોધન કરો

VIDEO: દેવભૂમિ દ્વારકામાં કરોડો રૂપિયાનું ખનીજચોરી કૌભાંડ,તંત્ર થયું દ

દેવભૂમિ દ્વારકામાં કરોડો રૂપિયાની ખનીજચોરીનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ કરવામાં આવી છે. આ ફરિયાદ ખાણ ખનીજ વિભાગે સર્વે કરીને નોંધાવી છે. ફરિયાદ પ્રમાણે રાણ ગામ આસપાસથી રૂપિયા 11 કરોડ 36 લાખની કિંમતની બોક્સાઇટની ચોરી અને લાંબા ગામે 2 કરોડ 34 લાખની રેતી ખનીજ ચોરો ચોરી ગયાની ફરિયાદ કરવા

રાજકોટમાં SGSTની વિવિધ ટુકડીએ વિવિધ સ્થળોએ પાડ્યા દરોડા,વેપારી આલમમા ફ

રાજકોટમાં SGSTની વિવિધ ટિમે સપાટો બોલાવ્યો છે.ચાર ઔદ્યોગિક એકમોમાથી કૂલ 68 લાખ રૂપિયાની ટેક્ષ ચોરી ઝડપાઈ.રાજકોટ, ગોંડલ, ધોરાજી અને જૂનાગઢમાં સ્ટેટ જી.એસ.ટીની ટીમે દરોડા પાડતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

જૂનાગઢના ટીમ્બરના વેપારી પાસેથી કૂલ 4 લાખની ટેક્ષ ચોરી ઝડપાઈ છે.તો ધોરાજી


Recent Story

Popular Story